• Gujarati News
  • National
  • પારદર્શિતાનો હેતુ સર કરવામાં અધિકારીઓને રસ નથી

પારદર્શિતાનો હેતુ સર કરવામાં અધિકારીઓને રસ નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
RTOમાં વાહનોના રજિ. નંબરો દર્શાવતું ટીવી બંધ હાલતમાં

સુભાષબ્રિજઆરટીઓમાં પારદર્શિતા લાવવા પસંદગી સહિતના તમામ નંબરો જોવા માટે સિંગલવિન્ડો વિભાગની બહાર મૂકવામાં આવેલું ટીવી છેલ્લા કેટલાય દિવસથી બંધ હાલતમાં છે. ટીવી ચાલુ કરવાની અધિકારીઓને પડી હોવાથી કોઇ રસ લેતું નથી. સૂત્રો કહે છે કે નવા વાહનોને ફાળવેલા નંબરો જોઇ શકાય અને તેના આધારે નંબરોની નોંધણી કરી શકાય તે માટે ટીવી પર તમામ વિગત અપડેટ કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ટીવી બંધ હાલતમાં હોવાથી કોઇને નંબરની વિગતો જોવા મળતી નથી.

આરટીઓમાં નવા વાહનોને નંબર ફાળવવાની કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે તત્કાલીન આરટીઓએ સિંગલવિન્ડોની બહાર હોલમાં ટીવી મૂકાયું હતું. જેમાં પસંદગીના નંબરો ઉપરાંત તમામ નંબરોની વિગતો જોવા મળે છે. ઉપરાંત નંબરો માટે થતી હરાજીની વિગતો પણ મૂકવામાં આવે છે. સૂત્રો કહે છે કે કેટલાક એજન્ટો જાણી જોઇને ટીવી બંધ કરી દેતા હતા. કેટલાક તત્વો ટીવીના વાયરો પણ કાપી નાંખતા હતાં. જેના કારણે ટીવી વારંવાર બંધ થઇ જતું હતું. બંધ ટીવી સામે તમામ અધિકારીઓની નજર જાય છે. પરંતુ તેને ચાલુ કરવા માટે હજી સુધી આરટીઓ જી.એસ.પરમારનું કોઇએ ધ્યાન દોર્યું નથી.

ટીવી ચાલુ કરવા સૂચના અપાઇ છે: આરટીઓ

આરટીઓમાં ચાર્જ લીધો ત્યારે ટીવી બંધ હતું. આર.એન.બી.ને ટીવી ચાલુ કરવા સૂચના આપી છે. કેટલાક તત્વો જાણીજોઇને ટીવી બંધ કરતા હોવાનું ધ્યાનમાં આવતા હવે ટીવીને લાકડાંના બોક્સમાં મૂકાશે. ટૂંકસમયમાં ટીવી ચાલુ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...