• Gujarati News
  • National
  • ઠગાઈ કેસમાં જામીનની છૂટ પર સુપ્રીમનો સ્ટે

ઠગાઈ કેસમાં જામીનની છૂટ પર સુપ્રીમનો સ્ટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાઇલેન્ડમાંહોટલ વેચાણ આપવાના બહાને કરેલી 4.50 કરોડના ઠગાઈ કેસમાં આરોપીને પાસપોર્ટ પરત આપવા માટે હાઇકોર્ટે કરેલા હુકમ સામે સુપ્રિમકોર્ટે સ્ટે આપી દીધો છે. અમદાવાદમાં ટ્રાવેલ્સનો ધંધો કરતા ભાર્ગવ વર્માએ થાઇલેન્ડમાં સલીમ અબ્દુલ રહેમાન વિટીલ પાસેથી 2010માં હોટલ ઇરાવન હોટલ કંપની ખરદીવાનો સોદો કર્યો હતો. જોકે પુરા દસ્તાવેજો નહી આપતા સોદો ફોક થયો હતો દરમ્યાન આરોપી અબ્દુલ રહેમાને નાણાં પરત નહી આપતા થાઇલેન્ડની કોર્ટમાં ફરિયાદ થઇ હતી. તથા અમદાવાદ નવરેગપુરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઇ હતી. જે કેસમાં અબ્દુલની ધરપકડ થઇ હતી. જે બાદ કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. બાદમાં આરોપીએ વિદેશ જવા માટે તેમનો પાસપોર્ટ પરત કરવા માટે અને જામીનની શરતમાં સુધારો કરવા માટે દાદ માગી હતી.

અન્ય સમાચારો પણ છે...