• Gujarati News
  • National
  • વડાપ્રધાન રાજભવનમાં CM અને મંત્રીમંડળને મળ્યા

વડાપ્રધાન રાજભવનમાં CM અને મંત્રીમંડળને મળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદાર, દલિત આંદોલન અંગે મોદીએ રૂપાણીને માર્ગદર્શન આપ્યું

વડાપ્રધાનનરેન્દ્ર મોદી શુક્રવારે રાત્રે અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન ખાતે રાત્રે દસ વાગ્યા આસપાસ પહોંચ્યા હતા. જયાં તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત રાજ્યપાલ ઓ.પી. કોહલીએ કર્યુ હતું. રાત્રિ રોકાણ દરમિયાન વડાપ્રધાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રીમંડળના સભ્યો અને ભાજપના હોદ્દેદારોને મળ્યા હતા. દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ટી. એસ. ઠાકુર 17મીને શનિવારે સવારે આઠ કલાક બ્રેકફાસ્ટ સાથે કરશે.

વડાપ્રધાન મોદીએ રાત્રે રાજભવન પહોંચતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યોને તેઓ મળ્યા હતા. ગુજરાતના મંત્રીમંડળ સાથે વડાપ્રધાને રાજ્યની વહીવટીતંત્રની જાણકારી મેળવી હતી. ઉપરાંત રાજ્યમાં પ્રવર્તેલા રાજકીય ફેરફારો, સામાજિક ફેરફારો સહિતની બાબતે ચર્ચા થઇ હતી. ખાસ કરીને પાટીદાર આંદોલન, દલિત આંદોલન અને રાજકીય પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું તે બાબતનું માર્ગદર્શન વડાપ્રધાન મોદીએ આપ્યું હતું. મોડી રાત્રી દરમિયાન ચાલેલી બેઠકમાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યો તેમજ ભાજપના સંગઠનના નેતાઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, આવા સંજોગોમાં ગુજરાતમાં ઉદભવેલી સામાજિક સ્થિતિમાં ભાજપ વિરોધી પ્રવૃતિઓ આંદોલનના સ્વરૂપમાં વધારે બળવત્તર બની છે. પરિસ્થિતિમાં લોકમતને ભાજપ તરફી કઇ રીતે કરવો તેની પણ ચર્ચા થઇ હતી.

ઍરપોર્ટ ખાતે શુક્રવારે રૂપાણીએ વડાપ્રધાનને વંદન કરી અભિવાદન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...