• Gujarati News
  • National
  • ઓલપાડનાં ત્રણ ગામમાં સરપંચની ચૂંટણી સામે સ્ટે

ઓલપાડનાં ત્રણ ગામમાં સરપંચની ચૂંટણી સામે સ્ટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતપાસેના ઓલપાડ તાલુકાના 3 ગામમાં સરપંચની ચૂંટણીમાં અનામતનું યોગ્ય રોટેશન નહી જળવાતું હોવા મામલે થયેલી રિટમાં હાઇકોર્ટે 3 ગામની સરપંચની ચૂંટણી સામે સ્ટે આપી કેસની વધુ સુનાવણી આગામી 30મી સપ્ટેમ્બર પર મુલત્વી રાખી છે. કોર્ટે નોંધ્યું હતુંકે પ્રાથમિક રીતે મામલમાં વિસંવાદીતતા જોવા મળે છે.

ઓલપાડ પાસેના સોડલખારા ગામમાં છેલ્લા સોળ વર્ષથી જનરલ કેટેગરીના ઉમેદવાર સરપંચ બને છે. જેથી અનામત ધરાવતા નાગરીકો સરપંચ બનવાની તક મળતી નથી. તે રીતે બરબોધન ગામમાં પણ છેલ્લા 15 વર્ષથી જનરલ કેટેગરીના ઉમેદવાર સરપંચ બને છે. તે રીતે અન્ય પણ કેટલાક ગામમાં આવી સ્થીતી ઉભી થઇ છે. જેથી અનામત વર્ગમાં આવતા લોકોને સરપંચ બનવાની તક મળતી નથી. બંધારણીય સુધારા પ્રમાણે તમામ ગ્રામપંચાયતમાં અનામત વર્ગના નાગરીકોને પણ સરપંચ બનવાની તક મળે તે માટે રોટેશન પદ્ધતી અમલી બનાવવામા ંઆવી છે. જે પદ્ધતીનો યગ્ય અમલ નહી થતા વિસંવાદીતા સર્જાય છે.

કેસમાં સરકાર તરફે એવી રજૂઆત કરી હતીકે, ગામમાં વસતી વધતા તેનું વિભાજન થાય છે અથવા તો પંચાયતમાંથી નગરપાલિકા બને છે. આવી સ્થીતીમાં નવેસરથી રોટેશન પદ્ધતી અમલી બને છે. જેથી ક્યારેક આવી સ્થીતીનું નિર્માણ થાય છે. બંને પક્ષોની રજૂઆતો ધ્યાને હાઇકોર્ટે નોંધ્યું હતુંકે, પ્રાથમિક દ્રષ્ટ્રીએ રોટેશન પદ્ધતીનો ભંગ થતો હોવાનું જણાય છે ત્યારે 3 ગામમાં હાલ પુરતો ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે આપવામાં આવે છે. તેમજ કેસની વધુ સુનાવણી આગામી 30મી સપ્ટેમ્બર પર મુલત્વી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...