• Gujarati News
  • National
  • જીજ્ઞેશ મેવાણીને મુક્ત કરવાની માગ સાથે કરી ભારે નારાબાજી

જીજ્ઞેશ મેવાણીને મુક્ત કરવાની માગ સાથે કરી ભારે નારાબાજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલિત આંદોલનકારીઓનો ક્રાઇમબ્રાન્ચ પર હલ્લાબોલ

વડાપ્રધાનનરેન્દ્ર મોદીના અમદાવાદમાં આગમન સાથે ક્રાઇમબ્રાન્ચે દલીત આંદોલનના નેતા જીજ્ઞેશ મેવાણી, પાટીદાર આંદોલનના રેશમા પટેલ સહિત અન્યોની ધરપકડ કરી છે. ત્યારે આજે મોડી રાત્રે 12 વાગે દલીત નેતા જીજ્ઞેશ મેવાણીને તત્કાલ મુક્ત કરવાની માગ સાથે 100થી વધારેના લોકોના ટોળાએ ભારે હલ્લો મચાવ્યો હતો.

ક્રાઇમબ્રાન્ચની ઓફિસે ધીરે-ધીરે એકઠા થયેલા 100થી વધારે દલીત આંદોલનકારીઓના ટોળાએ જીજ્ઞેશ મેવાણીને તત્કાલ મુક્ત કરવા માગ કરી હતી. જોકે પોલીસે તેમને મચક નહી આપતા તેમણે સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં ભારે નારાબાજી કરી હતી.

સુબોધ પરમાર નામના યુવકે જણાવ્યું હતુંકે, વડાપ્રધાન ગુજરાતમાં આવે ત્યારે રીતે તેમના નેતાઓની અટકાયત કરી દેવા ગેરકાયદેસર છે. તેમજ તેમની સીધી માગ એટલી છેકે, તત્કાલ જીજ્ઞેશને મુક્ત કરવામાં આવવો જોઇએ. કોઇ પણ વાંક સિવાય નાગરીકોને ગેરકાયદેસર ગોંધી રાખી શકાય નહી.

અન્ય સમાચારો પણ છે...