• Gujarati News
  • National
  • એરપોર્ટ પર નોકરીની લ્હાયમાં યુવતીએ રૂ.16 લાખ ગુમાવ્યાં

એરપોર્ટ પર નોકરીની લ્હાયમાં યુવતીએ રૂ.16 લાખ ગુમાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ ખાતે નોકરી અપાવવાનું કહી ગઠિયાએ વટવામાં રહેતાં 31 વર્ષીય ઈલાબેન પાસેથી ટુકડે ટુકડે રૂ.16 લાખની રકમ પડાવી લીધી હતી. છેતરપિંડી થઈ હોવાની જાણ થતા યુવતીએ આરોપી સંદીપ અને તેના સાગરીતો મળી કુલ 7 આરોપીઓ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વટવા ગામના વણકરવાસમાં રહેતાં ઈલાબેન અમિતભાઈ સોલંકીએ 2015માં ન્યૂઝ પેપરમાં એરપોર્ટ પર નોકરી અંગેની જાહેરાત વાંચી હતી. જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરી સંદીપ નામના વ્યક્તિ સાથે ઈલાબેને વાત કરી હતી. સંદીપે નોકરી મેળવવા અંગેનું એક ફોર્મ સાથે રૂ. 550 અને રૂ.3050 ભરાવડાવ્યાં હતાં. જે બાદ એરપોર્ટ પર ચેકર તરીકે નોકરી મળશે અને તેનો પગાર રૂ.37 હજાર મળશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...