તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લૉ ગાર્ડન ચાર રસ્તા નજીક અકસ્માત ટાળવા બમ્પ મુકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉ ગાર્ડન ચાર રસ્તા નજીક અકસ્માત ટાળવા બમ્પ મુકાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાફિકનીસમસ્યા હલ કરવા માસ ટ્રાન્સપોર્ટેશનને પ્રધાન્ય આપવા ગુરુવારે સવારે કાર ફ્રી ડે અંતર્ગત મેયર ગૈતમ શાહે લો ગાર્ડનથી ઓઢવ સુધીની બીઆરટીએસ બસમાં મુસાફરી કરી હતી. બસમાં પેસેન્જર સાથે મેયરે મુસાફરીમાં પડતી તકલીફ અંગે વાત કરી હતી. મુસાફરી દરમિયાન લો ગાર્ડન ચાર રસ્તા પર વાહનોના અકસ્માતને લઇને ત્યા બમ્પ બનાવા સૂચન કરવામાં આવ્યા છે. જ્યારે ઓઢવ બીઆરટીએસ ડેપોની મુલાકાત લીધી હતી.

મેયરના કાર ફ્રી ડે અંતર્ગત ગૌતમ શાહે ગુરુવારે બીઆરટીએસ બસમાં મુસાફરી કરી હતી. તેઓ લો ગાર્ડન ચાર રસ્તા પાસે બીઆરટીએસ કોરીડોર તેમજ મીક્ષ ટ્રાફિક હોવાથી અકસ્માત થતા હોવાથી ચાર રસ્તા પર બમ્પ બનાવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જ્યારે બસમાં મુસાફરી દરમિયાન વિદ્યાર્થીઓએ વધારે બસની અને ફ્રિકવન્સી વધારવાની માંગ કરી હતી. જે અંગે ટુંક સમયમાં બીજી વધારે બસોની સગવડ વધારવા અધિકારીઓએ જણાવ્યું હતું. ઉપરાંત બોપલથી ઘુમા સુધીના નવા બનેલા કોરિડોરનું પણ આવતા સપ્તાહમાં ઉદઘાટન કરવા જણાવ્યું હતું. જ્યારે રસ્તામાં એલિસબ્રીજથી સારંગપુર બ્રીજ વચ્ચે 3 જગ્યાએ ખોદકામને કારણે રસ્તામાં ખૂબ ટ્રાફિક થતો હોવાથી અધિકારીઓને ખોદકામ જલ્દીથી દૂર કરવા જણાવાયું હતું. જ્યારે ઓઢવના વર્કશોપની મુલાકાત લઇને આધૂનીક મસીનરી તેમજ ડેન્ટ વર્ક એરિયા અને સફાઇ અંગેની નવી ટેકનોલોજી અંગે માહિતી મેળવી હતી.

મેયરને વિદ્યાર્થીઓએ બસ અને ફ્રીકવન્સી બંને વધારવાની માંગ કરી

મેયરે લૉ ગાર્ડનથી ઓઢવ BRTSની મુસાફરી કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો