તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પોલીસના 4 સ્થળે દરોડા, 44 દારૂડિયા ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસના 4 સ્થળે દરોડા, 44 દારૂડિયા ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરમાંમુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઈજી કક્ષાના અધિકારીઓ સાથે મિટિંગ યોજી રાજ્યમાં ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડાઓને બંધ કરાવવા માટે કડક આદેશ આપ્યા હતા.

મિટિંગ બાદ અમદાવાદ શહેર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી પ્રોહિબિશનના કેસ કરી રહી છે. બુધવાર અને ગુરુવારે પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ અને રામોલ પોલીસે 4 જેટલા દરોડા પાડી મોટા પ્રમાણમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે ગુરુવારે રામોલ પોલીસે દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી 44 દારૂડીયાની ધરપકડ કરી હતી.

રામોલ પીઆઈ પરેશ સોલંકી અને સર્વેલન્સ સ્ક્વોડે બુધવારે મોડી રાતે વસ્ત્રાલના રીટાનગરના પ્રકાશ ટેનામેન્ટમાં 2 દારૂડીયા ઉપરાંત રામોલ ગામના ચૂનારાવાસમાં દેશી દારૂની ભટ્ટીમાં દરોડો પાડી દારૂ પીતા 42 દારૂડીયાની ધરપકડ કરી હતી.

ચૂનારાવાસમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાં એક તરફ દારૂ બનતો હતો, અને બીજી તરફ દારૂડીયા પ્લાસ્ટિકના ટબલરમાં દારૂ ભરી પોતાના સ્ટીલના ગ્લાસમાં દારૂ પીરસી પી રહ્યાં હતાં. દારૂની મહેફિલ માણી રહેલા 42 પીધેલાઓને પોલીસે ઝડપ્યા હતા.

રામોલ પોલીસે બુધવારે વહેલી સવારે ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલા તુલસી બંગલોઝમાંથી પણ 6.23 લાખનો વિદેશી દારૂ અને બિયરની બોટલનો જથ્થો ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો