તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હજારો શ્રાવકોએ તપસ્વીઓનાં દર્શન કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હજારો શ્રાવકોએ તપસ્વીઓનાં દર્શન કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોલા- સેેટેલાઇટમાં નીકળી તપસ્વીઓની શોભાયાત્રા

સેટેલાઇટતથા સોલામાં ગુરુવારે પર્યુષણમાં કરાયેલા તપસ્વીઓની શોભાયાત્રા નીકળી હતી. સોલા વિસ્તારમાં આવેલા સોલા રોડ જૈન સંઘ ખાતે બિરાજમાન આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા. તથા સેટેલાઇટની પુષ્પદંત જૈન સંઘ ખાતે બિરાજમાન રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં સવારે પ્રવચન પૂર્ણ થયા બાદ રથયાત્રા નીકળી હતી.

સેટેલાઇટ જૈન સંઘ ખાતે તાજેતરમાં પંચાન્હિકા મહોત્સવ ચાલી રહ્યો છેે. તેમાં આજે પંચ પરમેષ્ઠી, દશ દિકપાળ, નવગ્રહ પૂજન, સોળ વિદ્યાદેવી પૂજન તથા અષ્ટમંગલ પૂજન શુભ મૂહુર્તમાં કરાયું હતું. ત્યારબાદ સવારે સાડા કલાકે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. તેમાં ચાંદીનો રથ, ઇન્દ્ર ધ્વજા, ઘોડા, બગી, ઢોલનગારા સાથે નીકળી હતી. રથયાત્રા સેટેલાઇટ વાસુપૂજ્ય બંગ્લોઝથી પ્રારંભ થઇને સત્યાગ્રહ છાવણી, શાલિભદ્ર બંગ્લોઝ ખાતે પૂર્ણ થઇ હતી. રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરિશ્વરજી મ.સા.ના જન્મવર્ષ નિમિત્તે 81 જીવોને અભયદાન, 81 જિનાલયોમાં પરતમાત્માની અંગરચના, 8100 આયંબિલ તપની આરાધના તથા 8100 સમુહ સામાયિકનું પણ આયોજન કરાયું છે. 3 હાથી, 11 શણગારેલી બગી, બેન્ડવાજા, નૃત્યમંડળીઓ શોભાયાત્રામાં જોડાઇ હતી. આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.એ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વમાં બતાવેલા વાર્ષિક અગિયાર કર્તવ્યોમાંનું એક કર્તવ્ય રથયાત્રા છે. ગુરુવારે સોલારોડ સંઘે મહાન કર્તવ્યુ કર્યુ છે. જેમાં આપણો ઇતિહાસ છે અને ભક્તિનો સુંદર સંદેશ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો