તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્વામી ઘનશ્યામપ્રકાશને જામીન પર મુક્ત કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી ઘનશ્યામપ્રકાશને જામીન પર મુક્ત કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલુપુરસ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિરુદ્ધ ન્યૂઝ નેશન ગુજરાત નામના સાપ્તાહિક ન્યૂઝ પેપરના ફેસબુક પેજ પર બીભત્સ સાહિત્ય પોસ્ટ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એસ. એલ. ચૌધરીએ વડોદરાવાળા સ્વામી ઘનશ્યામપ્રકાશ ગુરુ જગતપ્રસાદની આઈપીસી કલમ 295 (ખ) અને આઈટી એક્ટ 67 મુજબ બુધવારે ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના એસીપી રાહુલ પટેલના જણાવ્યા અનુસાર, ઘનશ્યામપ્રકાશની ધરપકડ બાદ ગુનો જામીનપાત્ર હોવાથી બુધવારે મોડી રાતે આરોપીને જામીન પર મુક્ત કરાયો હતો.

કાલુપુર સંપ્રદાયના સાધુઓ વિરુદ્ધ 2 માર્ચ, 21 માર્ચ, 10 એપ્રિલ અને 16 અેપ્રિલે ન્યૂઝ નેશન ગુજરાત નામના સાપ્તાહિક ન્યૂઝ પેપરના ફેસબુક પેજ પર બીભત્સ ટિપ્પણીઓ તેમજ સાહિત્ય પોસ્ટ કરવામાં આવ્યા હતા. જે અંગે તપાસ કરતા સ્વામી ઘનશ્યામપ્રકાશ ગુરુ જગતપ્રસાદ તેમજ નિલેશ મહેન્દ્રભાઈ ઉર્ફે છોટા પીપીની સંડોવણી બહાર આવી હતી. છોટા પીપી કાલુપુર સંપ્રદાયના એક સમયના સાધુ હતા. ઉપરાંત ધવલ પટેલ કે જે સ્વામી ઘનશ્યામપ્રકાશના શિષ્ય હતા અને તેને સંપ્રદાયમાંથી વિમુખ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો