સિટીના આકાંક્ષા અને દેવ પ્રથમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | અમદાવાદ

સિટીની ટેનિસ સ્ટાર આકાંક્ષા ભાન અને દેવ જાવિયાએ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસીએશન દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આકાંક્ષા ભાન ગર્લ્સ અન્ડર 18ની કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી છે. જ્યારે દેવ જાવિયા બોયસ અન્ડર 16ની કેટેગરીમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આકાંક્ષાએ નેશનલ રેન્કિંગમાં 1002 પોઇન્ટ મેળવી રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દેવ જાવિયા આઇટાની અન્ડર 16 બોયસના રેન્કિંગમાં 872 પોઇન્ટ મેળવી પ્રથમ સ્થાને આવ્યો છે. દેવ આ અગાઉ અન્ડર અન્ડર 12 અને અન્ડર 14માં ટોપ પર રહ્યો છે. આ બન્ને ખેલાડી સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદૂત યોજના હેઠળ રમે છે. સિટીની શૈષ્ય એકેડેમી ખાતે પ્રેક્ટિસ કરે છે. સિટીની ભક્તિ પારવાણી અન્ડર -16 ગર્લ્સમાં ઓલ ઇન્ડિયામાં બીજા ક્રમે અને વિશેષ પાંચમાં ક્રમે આવ્યો છે.

નેશનલ રેન્કિંગમાં પ્રથમ આવનાર ડાબેથી આકાંક્ષા ભાન અને દેવ જાવિયા

અન્ય સમાચારો પણ છે...