• Gujarati News
  • National
  • CA ફાઇનલનું અમદાવાદ બ્રાન્ચનું 28.33 ટકા પરિણામ

CA ફાઇનલનું અમદાવાદ બ્રાન્ચનું 28.33 ટકા પરિણામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ)ની પરીક્ષાનું નવેમ્બર, 2017માં સીએ ફાઇનલ અમદાવાદ બ્રાન્ચનું 28.33 ટકા પરિણામ આવ્યું છે. ગત મેની સરખામણીમાં 1.45 ટકા પરિણામ વધ્યું છે જ્યારે ઓલ ઇન્ડિયાનું 22.76 ટકા પરિણામ આવ્યું છે. મે, 2017માં 22.98 ટકા પરિણામ આવ્યું હતું. તેની સરખામણીમાં 0.22 ટકા પરિણામ ઘટ્યું છે. સીએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ 50માં અમદાવાદ બ્રાન્ચના 3 વિદ્યાર્થી ઝળક્યા છે.

બંને ગ્રૂપમાં 1020 વિદ્યાર્થીમાંથી 289 પાસ થયા : CPTનું ઓલ ઇન્ડિયાનું પરિણામ 38.02 ટકા
ડિસેમ્બર, 2017ની સીપીટીનું ઓલ ઇન્ડિયાનું 38.02 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે 46.44 ટકા પરિણામ આવ્યું હતું. આઇસીએઆઇની અમદાવાદ બ્રાન્ચના ચૅરમેન ચિંતન પટેલે જણાવ્યું કે સીએ ફાઇનલની પરીક્ષા નવેમ્બરમાં લેવાઈ હતી. પરિણામ વધવા પાછળનું કારણ કોર્સમાં ફેરફાર ઉપરાંત આઇસીએઆઇ દ્વારા ચલાવાતા કોચિંગમાં કરાયેલા સુધારા માની શકાય. પરીક્ષામાં બંને ગ્રુપમાં કુલ 1020 વિદ્યાર્થીમાંથી 289 વિદ્યાર્થી પાસ થતાં 28.33 ટકા પરિણામ આવ્યું છે. સીએ ફાઇનલની 2017માં લેવાયેલી પરીક્ષામાં 1302માંથી 350 પાસ અને 970 નાપાસ થતાં 26.88 ટકા પરિણામ આવ્યું હતું.

મેની સરખામણીએ અમદાવાદ બ્રાન્ચનું પરિણામ 1.45 ટકા વધ્યું
ગુજરાતી માધ્યમના 3 વિદ્યાર્થી ટોપ 50માં
‘ગુજરાતી માધ્યમમાં ભણ્યા, પણ અંગ્રેજીનો ડર નહોતો રાખ્યો એટલે સફળતા મળી’
ટાઇમ મૅનેજમેન્ટથી પ્રથમ ટ્રાયલમાં પાસ
પ્રાપ્તિ પંચોલી, અમદાવાદમાં પ્રથમ, દેશમાં 13મો રેન્ક

‘પિતા નથી પરંતુ મમ્મી, દાદા-દાદી અને બહેનના સપોર્ટથી હું સીએમાં નંબર પ્રાપ્ત કરી શકી છું. ટાઇમ મૅનેજમેન્ટ સાથે પ્રેક્ટિકલ તૈયારી કરતી હોવાથી પ્રથમ ટ્રાયલમાં પાસ થઈ.’

અમારા પરિવારમાં હું પહેલો સીએ બનીશ
કિશન મેર, અમદાવાદમાં બીજો, દેશમાં 29મો રેન્ક

‘મેં બગસરાની ગુજરાતી માધ્યમની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. મારા પરિવારમાં કોઈ સીએ નથી. મારા પપ્પાને સ્ટેશનરીની દુકાન છે જ્યારે મમ્મી હાઉસ વાઇફ છે.’

હું સીએ બનું તેવું પપ્પાનું સપનું પૂરું કર્યું
કલ્યાણી મહેતા, અમદાવાદમાં તૃતીય, દેશમાં 31મો રેન્ક

‘હું ઇન્સ્ટિટ્યૂટના સ્ટડી મટીરિયલ, રેફરન્સ બુક અને ક્લાસીસના લેક્ચર સાથે તૈયારી કરતી હતી. પપ્પા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. તેમનું સ્વપ્ન હતું કે હું સીએ બનું જે મેં આજે પૂરું કર્યું છે.’

અન્ય સમાચારો પણ છે...