• Gujarati News
  • National
  • નેતન્યાહૂને મોદી રોડ શો કરાવતા હતા, ધારાસભ્યો ભીડ મેનેજ કરતા હતા...

નેતન્યાહૂને મોદી રોડ-શો કરાવતા હતા, ધારાસભ્યો ભીડ મેનેજ કરતા હતા...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂની એક દિવસીય મુલાકાત ઐતિહાસિક રહી હતી. સવારે 10 કલાકે વડાપ્રધાન મોદીના આગમન પછી ઇઝારાયલના વડાપ્રધાન નેતન્યાહૂ પત્ની સારા નેતન્યાહૂ સાથે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

દિવસ દરમિયાન અમદાવાદમાં રોડ શો, સાબરમતી આશ્રમની મુલાકાત, આઇક્રિએટ સંસ્થાનું ઉદઘાટન, પ્રાંતિજના વદરડા ખાતે ઇન્ડો-ઇઝરાયેલ સેન્ટર ઓફ એકસલન્સની મુલાકાત લીધી હતી. આ પછી મોડી સાંજે ઇઝરાયલના વડાપ્રધાન અમદાવાદથી સીધા મુંબઇ જવા રવાના થયા હતા અને વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થયા હતા.

ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ બાવળા ખાતે આઇક્રિએટ સંસ્થામાં તેમના સંબોધનની સમાપ્તિ ‘જય હિન્દ, જયભારત, જય ઇઝરાયલ’ કહીંને કરતા તેમની સદભાવનને ઉપસ્થિતઓ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમણે મોદીને ‘માય એકસ્ટ્રા ઓર્ડિનરી ફ્રેન્ડ, મેરે પ્યારે દોસ્ત’ જેવા શબ્દોથી નવાજીને ગાઢ દોસ્તીની લાગણી વ્યકત કરી હતી. આ પછી સીધા બાવળા પાસેના દેવધોલેરા ખાતે આઇક્રિએટ સેન્ટરનું ઉદ્ઘઘાટન કર્યુ હતું. આ સમારોહ પછી બંને વડાપ્રધાન પ્રાંતિજ પાસેના વડદરા ખાતેના ઇન્ડો-ઇઝરાયલ સેન્ટર ઓફ એકસલન્સની રસપૂર્વક નિરીક્ષણ કર્યુ હતું.

રોડ શો ના પગલે આરટીઓ સર્કલ ખાતે કલાકો સુધી ટ્રાફિકજામ થયો હતો. આરટીઓથી 132 ફુટ રિંગ રોડ તરફનો એક રોડ પાર્કિંગ ઝોનના કારણે બંધ કરાયો હતો. વડાપ્રધાન મોદી અને નેતન્યાહૂ બંન્ને ખુલ્લી કારના બદલે બુલેટપ્રૂફ કારમાં રોડ-શો યોજયો હતો. (તસવીર ઃ ભૌમિક શુકલ)

આગમનથી ઉત્સાહ
નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને ગાંધીજીની અંગ્રેજીમાં લખાયેલી આત્મકથા તથા ચરખાની ભેટ આપી હતી.

સારા નેતન્યાહૂએ પતંગ ચગાવ્યો
સારા અને બેન્જામીન નેતન્યાહૂએ પતંગ ચગાવી હતી. મોદીએ તેમને ઉતરાયણની સમજણ આપી હતી.બે વિદ્યાર્થીઓએ ચગાવેલી પતંગ તેમને આપી હતી.

ટોઈલેટમાં પાણી જ નહોતું
કાળા જેકેટ કઢાવ્યા
મોદી-નેતન્યાહૂના રોડ શો દરમિયાન કોઈ કાળા વાવટા બતાવી વિરોધ ના કરે તે માટે ની તકેદારી ના ભાગ રૂપે જે લોકો કાળા કલરના જેકેટ અથવા ટોપી પહેરીને આવ્યા તેમને તે કપડાં કાઢી દેવા ફરજ પડાઈ.

પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં બોલવાયા હતા. તેમની માટે ટોઈલેટની વ્યવસ્થા કરી હતી પણ ત્યાં પાણી જ આવતુ ન હતું.

અન્ય સમાચારો પણ છે...