તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બાવળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદજિલ્લાકક્ષાનો 70મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી બાવળામાં ગૌરવ પથ રોડ ઉપરના અમૃતબાગ ખાતે રાજયના મહેસુલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જિલ્લાકક્ષાની ઉજવણીને લઇને બાવળામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ગૌરવ પથ રોડને સ્વચ્છ કરી દવાનો છંટકાવ કરાયો છે. રોડ ઉપરના તમામ લારી-ગલ્લાઓ ઉઠાવી લેવામાં આવ્યા છે. જિલ્લાનું સરકારી તંત્ર કામે લાગી ગયુ છ. બાવળા નગરમાં આવેલી તમામ સરકારી કચેરીઓની બિલ્ડીંગોને રંગરોગાન અને રોશનીથી સજાવવામાં આવી છે.

ત્યારે શનિવારે સવારે 9 વાગે અમૃતબાગ ખાતે 70મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રીહર્સલ કરવામાં આવ્યુ હતું. પ્રસંગે જિલ્લા કલેકટર અવંતિકા સિંઘ (આઇએએસ), જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવી દવે, જિલ્લા ગ્રામ્ય પોલીસવડા નિર્લિપ્ત રાય તેમજ જિલ્લા અને તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ મોટીસંખ્યામાં હાજર રહ્યો હતો. રીહર્સલ પ્રસંગે જિલ્લા કલેકટરે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. ત્યારબાદ ખુલ્લી જીપમાં ફરીને પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. વિદ્યાર્થીઓએ દેશભકિતના ગીતો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો