તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

..ભક્તો સાળંગપુરની વાટે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોચાસણવાસીશ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા છે. પ્રમુખ સ્વામીએ સાંજે વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણા સમયથી બિમાર પ્રમુખ સ્વામીની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર કરવા માટે તબીબોની ટીમ પણ ખડપગે હતી. સમાચારથી સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.

આજે BAPS તરીકે ઓળખાતી બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના આદ્ય સંસ્થાપક સાધુયજ્ઞપુરુષ દાસજી એટલે કે શાસ્ત્રી મહારાજ હતા તેમણે ઈ.સ. 1946માં યુવાન સ્વામીને 28 વર્ષની ઉંમરે સારંગપુર મંદિરમાં કોઠારી સ્વામી તરીકે નિમ્યા. અધ્યાત્મની કેડી અળપાતી ગઈ, ગુરુની કૃપા નારાયણ સ્વરૂપદાસજીમાં ઉતરતી ગઈ. શાસ્ત્રી સ્વામી મહારાજની અંતરની આંખોએ અંદેશ આપી દીધો હતો કે ખરેખર નારાયણ સ્વરૂપદાસજી નારાયણ સ્વરૂપ છે અને તેમાં જનજનને જગ્દિશ બનાવવાની ધગશ છે.

28 વર્ષની ઉંમરે સાળંગપુરમાં કોઠારી સ્વામી તરીકે નિમાયા

}17મી ઓગસ્ટના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલિન કરાશે

પત્ર મળ્યો..‘સાધુ થવા આવી જાવ’ ’ને બની ગયા ‘પ્રમુખ સ્વામી’..

}સુરેન્દ્રનગર ’ને બોટાદના ભક્ત 14 ઓગસ્ટે દર્શને જઇ શકશે

પ્રમુખ સ્વામી મહારાજનું મૂળ નામ શાંતિભાઈ પટેલ છે. તેમનો જન્મ 7 ડિસેમ્બર 1921ના રોજ વડોદરાના ચાણસદ ગામે થયો હતો. તેમના માતાનું નામ દિવાળીબેન અને પિતા મોતીભાઈ પટેલ. છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે તેમને ભક્તિનો રંગ લાગી ગયો હતો. 18-19 વર્ષની ઉંમરે શાંતિભાઇ ક્રિકેટ સરંજામ લેવા વડોદરા જઇ રહ્યા હતા ત્યારે તેમને ભાઇલા ગામના રાવજીભાઇએ કહ્યું કે તમારા માટે ગુરુ શાસ્ત્રીજી મહારાજની ચીઠ્ઠી આવી છે ’ને તેમાં લખ્યું હતું કે ‘સાધુ થવા આવી જાવ’ તેમણ ઘરે જઇ ચીઠ્ઠીની વાત કરીને અને માતા-પિતાએ પણ જવા આજ્ઞા કરીને સમાજને મળ્યા પ્રમુખસ્વામી..

BAPS સંસ્થાનના અધ્યક્ષ એવા 95 વર્ષીય પ્રમુખ સ્વામી મહારાજે સાળંગપુર ખાતે શનિવારે સાંજે 6 વાગ્યે અંતિમશ્વાસ લીધા : અંતિમ વિધિ વેબસાઇટ પર લાઇવ બતાવાશે

1939માં શાસ્ત્રીજી મહારાજ પાસેથી લીધી પાર્ષદ દિક્ષા..

ઈ.સ. 1939ના વર્ષમાં 7 ડિસેમ્બરના રોજ અમદાવાદ મુકામે શાસ્ત્રીજી મહારાજ પાસેથી પાર્શદ દીક્ષા લીધી. પાર્શદ દીક્ષા એટલે એક વર્ષ પરીક્ષા માટે શ્વેત વસ્ત્રમાં રહેવું. શાસ્ત્રીજી મહારાજને શાંતિભાઈ પટેલેની ભક્તિમાં પ્રણિપાત ભાવ લાગ્યો. શ્રીજીની કૃપા અને શાસ્ત્રી મહારાજના આશિર્વાદથી 10 જાન્યુઆરી 1940ના દિવસે ગોંડલ મુકામે શાંતિભાઈ પટેલ નારાયણસ્વરૂપદાસજી તરીકે જીવન શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો