તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દુ:ખની વેદના નહીં સુખનું સેલિબ્રેશન છે...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:ખની વેદના નહીં સુખનું સેલિબ્રેશન છે...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

‘જીવનસુંદર બનાવવું તૂજને ગમે, ખુદ ખીલું ને ખીલાવવું તૂજને ગમે...’.ગાયક નમ્રતા શોધનના સ્વરમાં શહેરની નિકીતા ઘીયાની લાઈફ જર્નીના દર્શન થતા હતાં. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં યોજાયેલી મ્યુઝિકલ ટ્રિબ્યુટમાં નમ્રતા શોધન, હેતલ રાવલ અને લાલિત્યા મુન્શાએ કેટલાક ગીતોની પ્રસ્તુતી કરી હતી. 46 વર્ષની લાઈફ તેમાં 28 વર્ષ કિડની ફેલ્યોર સાથે પોતાનું જીવન નિકીતા અેવી રીતે જીવી ગઈ કે તેને દુખની વેદના નહી પણ સુખનું સેલિબ્રેશન કહીએ તો પણ ખોટુ નથી. નિકીતાના મધર રેણુકા ઘીયાએ કહ્યું કે,‘આજે જ્યાં પણ મારી દીકરી હશે ત્યાં ખૂબ ખુશ થતી હશે. નિકીતા જે રીતે પોતાની લાઈફ જીવી ગઈ છે તેની પ્રેરણા બીજા લોકોને મળી રહી છે તેનો મને આનંદ છે. તેની ડેથ એનિવર્સરીનો પ્રોગ્રામ માત્ર નથી પણ તેણે જે રીતે લાઈફને સેલિબ્રેટ કરી છે તે દર્શાવવાનો પણ પ્રયાસ છે.

કિડની ફેલ્યોર સાથે 46 વર્ષની સફર કરનાર નિકીતા ઘીયાની પ્રથમ ડેથ એનિવર્સરી નિમિત્તે એએમએમાં તેની લાઈફને સેલિબ્રેટ કરવાના હેતુથી ‘ટ્રિબ્યુટ ટુ વોરિયર નિકી’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો