તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી રિપોર્ટર @ahm_cb

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર @ahm_cbમદ્રાસક્રોકોડાઈલ બેંક ટ્રસ્ટથી અમદાવાદ સુંદરવન ખાતે લવાયેેલા મગરોનું પ્રદર્શન 23 ઓગસ્ટે ખુલ્લુ મુકાશે ત્યારે ઝૂમાં શહેરીજનોને સાંજે 3.30થી 6.00 કલાક દરમિયાન માર્સ પ્રજાતિના ક્રોકાડાઈલ (મગર) સાથે સેલ્ફી પડાવવાનો લ્હાવો લઈ શકશે. હા, સ્પષ્ટ કરી દઈએ કે, સેલ્ફી તમે સાચા ક્રોકોડાઈલ સાથે નહીં પણ તેના સ્ટેચ્યુ સાથે લઈ શકશો. સુંદરવનમાં ક્રોકોડાઈલનું સ્ટેચ્યુ છે. જે પહેલા બાયોડાયવર્સિટી સ્પેશિયલ સાયન્સ એક્સપ્રેસમાં પણ મુકવામાં આવ્યું હતું. 6થી 7 ફૂટની લંબાઈવાળા સ્ટેચ્યુની પાછળ જંગલ જેવું બેકગ્રાઉન્ડ હશે. જેમાં શહેરીજનો ક્રોકાડાઈલને બાથ ભીડીને સેલ્ફી પડાવી શકશે. જે માટે સુંદરવન દ્વારા પ્રોફેશનલ કેમેરા અને પ્રિન્ટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઈ છે.

}ચેન્નઈથી આવેલાં મગરો વિશેની માહિતી અપાશે

એક્સપર્ટદ્વારા ક્રોકોડાઈલને એક ઝૂથી બીજા ઝૂમાં કેવી રીતે લાવવામાં આવે છે તેની પ્રોસેસ પણ 23 ઓગસ્ટેે સમજાવાશે. જેમાં બે ( આફ્રિકન સ્લેન્ડર સ્નાઉટેડ) મગરને ચેન્નાઈના મદ્રાસ ક્રોકોડાઈલ બેંક ટ્રસ્ટથી અમદાવાદ સુંદરવન ઝૂ સુધી હવાઈ માર્ગેથી કેવી રીતે લવાયા? તેની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રોસેસ એક્સપર્ટ દ્વારા સમજાવાશે. સાથે જે બોક્સમાં અા બે મગર લવાયા છે, તેને પણ ડિસપ્લેમાં મૂકાશે.

અમદાવાદીઓને માર્સ મગર સાથે સેલ્ફીની તક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો