તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુખ્ય વડા બન્યા તે દિવસે બાપાએ વાસણ ધોયાં હતાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્ય વડા બન્યા તે દિવસે બાપાએ વાસણ ધોયાં હતાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રમુખસ્વામી મહારાજનું દીક્ષિત નામ નારાયણ સ્વરૂપદાસજી હતું. અમદાવાદમાં આવેલી શાહપુર આંબલીની પોળમાં પ્રાચીન સ્વામીનારાયણ મંદિર જે યજ્ઞપરષ પોળ તરીકે પણ ઓળખાય છે ત્યાં માત્ર 28 વર્ષની વયે 1950ની જેઠ સુદ પાંચમના દિવસે શાસ્ત્રી મહારાજની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં તેમને પ્રમુખની પદવી સોંપવામાં આવી હતી. નાની ઉંમરથી તેમનામાં રહેલી દિવ્યતાની અનુભૂતિ શાસ્ત્રી મહારાજને થઈ હતી અને ત્યારે તેમણે કહ્યું હતું કે, સંસ્થાના પાયા હવે હું પાતાળમાં રોપી રહ્યો છું. તે સમયે ઉપસ્થિત સત્સંગીઓ તેમનો ગુઢ રહસ્ય સમજી શક્યા હતા. પણ આજે આટલા સમય બાદ તેમની વાત સાર્થક થઈ છે. તેમના અથાગ પ્રયત્નોથી દુનિયાના 150થી પણ વધુ દેશોમાં સમાજ સેવાકેન્દ્રોનું બીએપીએસ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. સભા પૂર્ણ થયા બાદ જ્યારે સત્સંગીઓ જમીને ઉઠ્યા ત્યારે તેમનાં જમણનાં તમામ વાસણો પ્રમુખ સ્વામી મહારાજે જાતે ધોયા હતા. બીએપીએસના પ્રમુખને આવું નાનું કામ કરતાં જોઇને અન્ય સત્સંગીઓએ તેમને અટકાવ્યા હતા પણ પ્રમુખસ્વામીએ વાસણ ઘસવાનું પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. અે પળે અન્ય સત્સંગીઓને સમજાઈ ગયું હતું કે, પ્રમુખ સ્વામી કોઈ સામાન્ય માનવી નથી. તેઓ ભગવાન સ્વામીનારાયણનો અવતાર હોવાની લાગણી અન્ય સત્સંગીઓને લાગણી જન્મી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો