તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટાબરિયા ગેંગનો ઉપયોગ કરીને દુકાનોમાંથી ચોરી કરનાર પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાબરિયા ગેંગનો ઉપયોગ કરીને દુકાનોમાંથી ચોરી કરનાર પકડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોશ વડે દુકાનનું શટર તોડી ટાબરિયાને અંદર ચોરી કરવા મોકલતો

દુકાનમાંથીરોકડા પૈસાની ચોરી કરવા માટે ટાબરિયા ગેંગનો ઉપયોગ કરતા રીઢા ચોર વિજય રસિકભાઇ ઠાકોરની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. વિજયે તેના સાગરીતો સાથે મળીને 10 દિવસ પહેલા એક રાતમાં જજિસ બંગલા રોડ પરના બાલાજી કોમ્પ્લેક્સમાં આવેલી 5 દુકાનોમાંથી ચોરી કરી હતી.જેમાં વસ્ત્રાપુર પોલીસે અગાઉ બે ટાબરિયાને ઝડપી લીધા હતા. ચોરી કરવા માટે જુદા જુદા સાગરીતોને સાથે રાખતા વિજયે છેલ્લા મહિનામાં પશ્ચિમ અમદાવાદની બે ડઝન કરતાં પણ વધારે દુકાનોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

10 દિવસ પહેલા ગુરુવારની રાતે અમદાવાદમાં પડેલા ભારે વરસાદનો લાભ લઇને વિજય ઠાકોર(20)એ તેના સાગરીતો સાથે મળીને જજિસ બંગલા રોડ પરના બાલાજી કોમ્પ્લેક્સની 5 દુકાનમાંથી ચોરી કરી હતી. જેમાં વસ્ત્રાપુર પોલીસે બે ટાબરિયાની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં તેમની ગેંગનો મુખ્ય સૂત્રધાર વિજય ઠાકોર ગુરુકુલ રોડ પરના નવનીત હાઉસની ફૂટપાથ ઉપર રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે બે ટાબરિયા પકડાઇ જતા વિજય ભાગી ગયો હતો.

વસ્ત્રાપુર પીઆઈ એ.ડી.પરમારે બાતમીના આધારે ગુરુકુલ રોડ પરથી શનિવારે રાતે વિજયને ઝડપી લીધો હતો. વિજય દુકાનના શટરમાં કોંસ ભરાવીને શટર ઊંચુ કરીને તાળું તોડ્યા વગર ચોરી કરતો હતો. આટલું નહીં શટરથી દુકાનના તળિયાની નાની જગ્યામાંથી દુકાનમાં ઘૂસવા માટે તે ટાબરિયાઓનો ઉપયોગ કરતો હતો. પૂછપરછમાં વિજયે છેલ્લા 6 મહિનામાં ઘાટલોડિયા, બોપલ,સેટેલાઈટમાં ચોરી કરી હતી.

બે સાગરીત જેલમાં છે જ્યારે 3 હજુ ફરાર છે

વિજયની ગેંગના બે ટાબરિયાની તાજેતરમાં વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી જેમને અત્યારે બાળ રિમાન્ડ હોમમાં મોકલી અપાયા છે. જ્યારે અનિલ અને પ્રકાશ ગૌતમ પારઘી જેલમાં છે જ્યારે ધર્મેન્દ્ર બિહારી,માંગિયો અને અબલો હજુ નાસતા ફરતા હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

ચોરીકરવાની હોય તે દુકાન બહાર સૂઇ જતા

પોલીસઅથવા તો બીજા કોઇને શંકા જાય તે માટે જે દુકાનમાંથી ચોરી કરવાની હોય તે દુકાનના પગથિયા ઉપર વિજય તેના સાગરીતો સાથે સૂઈ જતો હતો. ત્યારબાદ મોડી રાતે 1-2 વાગ્યે કોશ વડે શટર ઊંચુ કરીને ટાબરિયાઓને અંદર મોકલી ચોરી કરાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો