તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • EBC પર ઈજનેરીમાં પ્રવેશ મેળવનારાની સુપ્રીમમાં રિટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EBC પર ઈજનેરીમાં પ્રવેશ મેળવનારાની સુપ્રીમમાં રિટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

રાજ્યમાંબીઈ-બીટેક સહિતના પ્રોફેશનલ કોર્સીસની બેઠકોમાં આર્થિક અનામતના ધોરણે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો પ્રવેશ ગુજરાત હાઈકોર્ટે ગેરબંધારણીય ઠેરવતા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા છે. આર્થિક અનામતના ધોરણે વિદ્યાશાખામાં પ્રવેશ લેનારા 16 વિદ્યાર્થીઓએ સુપ્રીમમાં કરેલી રિટ જણાવ્યું છે. ઈજનેરીમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે હાઈકોર્ટના આદેશથી તેમની કારકિર્દી જોખમમાં મૂકાવાની શક્યતા છે.

અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે કે, બીઈ,બીટેક સહિતના પ્રોફેશનલ કોર્સીસ ભણાવતી શૈક્ષણિક સંસ્થાઓમાં તેમણે આર્થિક ધોરણ હેઠળ પ્રવેશ મેળવ્યો છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને સાંભળવામાં આવ્યા નથી, ગુજરાત હાઈકોર્ટે આર્થિક અનામતને ગેરબંધારણીય ઠેરવવા માટેનો આદેશ કર્યો તે પહેલા તેમને પ્રવેશ ફાળવી દેવાયો હતો. તેમને પ્રવેશ ફાળવાયો તે સમયે કોઈ પણ પ્રકારનો સ્ટે ઓર્ડર અપાયો હતો.

હાઈકોર્ટના આદેશ બાદ આર્થિક અનામતના આધારે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનો જનરલ મેરિટમાં સમાવેશ થાય છે, તેના કારણે પ્રવેશ મેરીટમાં ફેરબદલ પણ થઈ શકે છે. હાલમાં જનરલ મેરિટની મોટાભાગની પ્રવેશ કાર્યવાહી પૂરી થઈ છે, તબક્કે કોઈ પણ ફેરફારથી અરજદારોની શૈક્ષણિક કારકિર્દી જોખમમાં મૂકાઈ શકે છે, વર્ગીકરણ અનામત નથી,હાલના સંજોગોને ધ્યાનમાં લેતા આર્થિક ધોરણોને પણ અનામત માટે યોગ્ય ગણવું જોઈએ.

શૈક્ષણિક કારકિર્દી પર જોખમ હોવાની દલીલ

ગુજરાત હાઇકોર્ટના આદેશને વિદ્યાર્થીઓએ પડકાર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો