તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદથી લંડન નેવાર્ક AI ફ્લાઈટ 15 ઓગસ્ટથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદથી લંડન- નેવાર્ક AI ફ્લાઈટ 15 ઓગસ્ટથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડનઅને અમેરિકામાં મોટી સંખ્યામાં રહેતા ગુજરાતીઓની સુવિધા માટે એર ઇન્ડિયા 15 ઓગસ્ટથી અમદાવાદથી લંડનની નોનસ્ટોપ ફ્લાઈટ શરૂ કરી રહી છે. ફ્લાઈટ લંડનમાં 2 કલાકના રોકાણ બાદ નેવાર્ક જશે. ફ્લાઈટ માટે એર ઇન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનરનો ઉપયોગ કરશે અને પેસેન્જરોને ભારતીય ભોજનનો સ્વાદ માણી શકશે. હાલ સપ્તાહમાં 3 દિવસ ઓપરેટ થનારી ફ્લાઈટની ડિમાન્ડ વધે તો 5 દિવસ ઓપરેટ કરાય તેવી શક્યતા છે.

એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, રવિવારે ફ્લાઈટ માત્ર લંડન સુધી જશે. જ્યારે સપ્તાહના અન્ય દિવસો મંગળવાર, ગુરુવાર અને શનિવારે ગુજરાતી પ્રવાસીઓને અગાઉની જેમ અમદાવાદથી મુંબઈ જવું પડશે અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઈટની સુવિધા મળી રહેશે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ફ્લાઇટમાં 18 સીટ બિઝનેસ ક્લાસ માટે અને 238 સીટ ઇકોનોમી ક્લાસના પેસેન્જરો માટે ઉપલબ્ધ રહેશે. ગુજરાતી પેસેન્જરોને લંડનથી યુરોપિયન શહેરોમાં જવા માટે પણ કનેક્ટિંગ ફ્લાઈટની સુવિધા મળી રહેશે.

{ AI 171 સોમવાર, બુધવાર અને શુક્રવારે અમદાવાદથી ઉપડશે.

{ અમદાવાદથી સવારે 5 વાગે ઉપડી 10.15 વાગે (ત્યાંના સમય પ્રમાણે) લંડન પહોંચશે.

{ લંડનથી 12.30 વાગે ઉપડી 15.00 વાગે (ત્યાંના સમય પ્રમાણે) નેવાર્ક પહોંચશે.

{ એઆઈ 172 સોમવાર, ગુરુવાર અને શુક્રવારે નેવાર્કથી ઉપડી લંડન થઈ અમદાવાદ આવશે.

{ રવિવારે અમદાવાદથી વહેલી સવારે 4.40 વાગે ઉપડી 9.55 વાગે (ત્યાંના સમય પ્રમાણે) લંડન પહોંચશે.

{ લંડનથી 12.35 વાગે ઉપડી 2.05 વાગે અમદાવાદ આવશે.

અમદાવાદથી લંડન નોનસ્ટોપ, બે કલાક પછી નેવાર્ક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો