તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અઠંગ ખેલાડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપથક્લબમાં મોર્નિંગ વોક માટે ગયેલા દંપતીએ બહાર પાર્ક કરેલી સ્કોડા ફેબિયા ગાડીનો કાચ તોડીને ચોર મહિલાનું લાઈસન્સ,ઘરની ચાવી- ઘરે પાર્ક કરેલી ફોકસ વેગન જીટાની ચાવી તેમજ પૈસા ચોરી ગયો હતો.ત્યારબાદ 5 કિલોમીટર દૂર વિજય ચાર પાસેના તેમના ઘરે જઇ કાર ચોરી ગયો હતો.

વિજય ચાર રસ્તા પાસેના સૂચિતા એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ મહેતા 9 ઓગસ્ટે સવારે 7.30 વાગ્યે પત્ની વૈભવી સાથે પુત્ર માનિતને સ્કૂલે મૂકવા ગયાં હતાં. માનિતને સ્કૂલે મૂકી બંને મોર્નિંગ વોક માટે રાજપથ ક્લબ ગયા હતા. 9.15 વાગ્યે જોયું તો ગાડીનો કાચ તૂટેલો હતો અને તેમાં મૂકેલુ વૈભવી બહેનનું પર્સ ચોરાઇ ગયું હતું.

વૈભવીબહેનના પર્સમાં તેમનું ડ્રાઈવિંગ લાઈસન્સ, ઘરની ચાવી, ઘરે પાર્ક કરેલી ફોકસ વેગન જીટાની ચાવી તેમજ રોકડા રૂ.7 હજાર હતા. આશિષભાઇ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ઘરે ગયા અને જોયું તો ઘરે પાર્ક કરેલી ફોકસ વેગન જીટા પણ હતી.જેથી જે ચોરે રાજપથની બહાર પાર્ક કરેલી ગાડીનો કાચ તોડ્યો હતો તેણે ઘરે આવીને કાર ઉઠાવ્યાની શંકા છે. અંગે ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

3

2

1

ચોર સરનામું પૂછતો પૂછતો પહોંચ્યાની શંકા

રાજપથ ક્લબથી આશિષ મહેતાનું ઘર લગભગ 5 કિલોમીટર દૂર છે. ક્લબની બહાર કારનો કાચ તોડીને મહેતાની પત્નીના પર્સની ચોરી કર્યા બાદ તેમના ડ્રાઈવિંગ લાઈસન્સના આધારે સરનામું પૂછતો પૂછતો ચોર તેમના ઘર સુધી પહોંચ્યો હોવાની શંકા છે. પોલીસે ચોરને પકડવા સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે.

ચોરે પાર્ક કરેલી કારનો કાચ તોડી પર્સ ઊઠાવ્યું, લાઈસન્સમાંથી સરનામું વાંચી ઘરે પહોંચ્યો અને બીજી કાર ઊઠાવી ગયો!

પર્સમાં બીજી કારની ચાવી હોવાથી ઘરે આવી કાર ઉઠાવી ગયો.

કારમાંથી પર્સ કાઢી લાઈસન્સ લઈ ઘરે આવી પહોંચ્યો.

ચોરે રાજપથ બહાર પાર્ક કરેલી સ્કોડા ફેબિયાનો કાચ તોડી નાખ્યો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો