તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખાદ્ય પદાર્થોના વેચાણ માટે હેલ્થ લાઈસન્સ લેવું ફરજિયાત નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાદ્ય પદાર્થોના વેચાણ માટે હેલ્થ લાઈસન્સ લેવું ફરજિયાત નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રસરકારે ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એક્ટ- 2006 અમલી બનાવ્યો છે. અગાઉ, પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ, 1954 અમલમાં હતો અને તે અંતર્ગત હેલ્થ લાઈસન્સ લેવા આવશ્યક હતા. નવો કાયદો અમલી બન્યા પછી હજુયે જૂના કાયદા હેઠળ હેલ્થ લાઈસન્સ લેવાની ફરજ પડાતી હોવાની બાબત અત્યંત ગંભીર ગણીને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ, રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાધીશોનો ઉધડો લીધો છે અને લાઈસન્સ માટે ફરજ પાડવા તાકીદ કરી છે. આમ, હવે જૂનો કાયદો રદ કરીને નવો કાયદો અમલી બનતાં રાજ્યમાં ખાદ્ય ચીજો માટે લાઈસન્સ લેવાનું ફરજિયાત બનશે નહીં.

પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ-1954 અમલી હતો અને અમદાવાદમાં જી.પી.એમ.સી. એક્ટ હેઠળ ખાદ્ય ચીજવસ્તુઓનો વ્યવસાય કરનારને હેલ્થ લાઈસન્સ આપવામાં આવતા હતા. કાયદામાં સુધારા કરીને 2006માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અમલી બનાવાયો છે. વડોદરા, સહિત કેટલાંક શહેરોમાં જૂનો કાયદો રદ કરીને નવા કાયદાનો અમલ કરાયો છે. પરંતુ કોર્પોરેશનમાં હજુયે જૂના કાયદા હેઠળ લાઈસન્સ લેવાની ફરજ પડાય છે અને યુનિટો સીલ કરીને દંડ વસૂલાય છે. જી.સી.સી.આઈ.ના પ્રમુખ બિપિન પટેલ, શૈલેષ પટવારીએ જૂનો કાયદો રદ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર, મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. ગુજરાત હોટલ ફેડરેશને મુદ્દે કેન્દ્ર સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.

કેન્દ્ર સરકારના ડિરેક્ટર (એન્ફોર્સમેન્ટ) રાકેશ ચંદ્ર શર્માએ, મુદ્દે રાજ્યના હેલ્થ કમિશન, ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ કન્ટ્રોલ કમિશનર, તથા મ્યુનિસિપલ કમિશનરને જૂનો કાયદો રદ કરીને નવા કાયદાનો અમલ કરવા સૂચના આપી છે.

મ્યુનિ. કમિશનરને જૂનો કાયદો રદ કરી નવાના અમલની સૂચના

મ્યુનિ. હજુ જૂના કાયદા હેઠળ લાઈસન્સની ફરજ પાડે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો