તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્ટુડન્ટ્સ માટે એન્જિનિયર ટુ આંત્રપ્રિન્યોર પર ટૉક યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટુડન્ટ્સ માટે એન્જિનિયર ટુ આંત્રપ્રિન્યોર પર ટૉક યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદમેનેજમેન્ટ એસોસિએશ ખાતે આદિશ્વર કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા ‘આરંભ’ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ભવિષ્યમાં એન્જિનિયરિંગમાં સ્કોપ અને ઈટૂઈ (એન્જિનિયર ટુ આંત્રપ્રિન્યોર) પર ભાર મૂકાયો હતો. ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં અદાણી ગ્રૂપના વા.પ્રેસિડેન્ટ સ્નેહલ દેસાઈ અને ચંન્દ્રમૌલી પાઠકે સ્ટુડન્ટ અને આવતી કાલના એન્જિનિયરને આંત્રપ્રિન્યોર બનવા પર ભાર મૂક્યો હતો. સ્નેહલ દેસાઈએ એન્જિનિયરિંગ કરતા સ્ટુડન્ટસને કહ્યું કે, ‘તમે જ્યારે એન્જિનિયરિંગ કરીને બહાર નીકળશો ત્યારે તમારી સામે જોબને લઇને અનેક પ્રશ્નો સામે આવશે. શક્ય છે કે તમને જોબ મળે અને ના પણ મળે. સ્થિતિમાં ઉદ્યોગસાહસિક બનવા તરફની તૈયારી કરો તે તમારા સારા ફ્યુચર માટે છે. એક સારો ઉદ્યોગ સાહસિક માત્ર જોબ પર કેન્દ્રિત રહેવાને બદલે બીજાને જોબ આપે છે અને રીતે હેલ્ધી સોસાયટીનું નિર્માણ થાય છે.’ જ્યારે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં વાત કરતાં ચંન્દ્રમૌલી પાઠકે કહ્યું કે,‘ક્લાસરૂમ ટીચિંગ કરતાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ મહત્વની છે. કેમ કે ક્લાસરૂમમાં માત્ર ટેક્સબૂકનું ભણાવાય છે જ્યારે પ્રેક્ટિકલ નોલેજની વાત કરીએ તો તે બહાર ફિલ્ડમાંથી મળે છે અને તે રિયલ છે. નોલેજ અપડેટ કરીએ છીએ ત્યારે તેનાથી આપણી અંદર રહેલી શક્તિઓ બહાર આવે છે.’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો