તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદમાં 196 પૉકેસ્ટોપ, 53 પૉકેજિમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં 196 પૉકેસ્ટોપ, 53 પૉકેજિમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

‘પૉકેમોનગૉ’ જેણે બનાવી છે તે જાપાની કંપની નિઆન્ટિકે અગાઉ ઈન્ગ્રેસ નામની જીપીએસ બેઈઝ્ડ ગેમ બનાવી હતી. જેમાં ગૂગલ મેપના આધારે વિવિધ સ્થળોએ પોર્ટલ રાખવામાં આવ્યા હતા. ઈન્ગ્રેસમાં પોર્ટલ મેળવવા માટે એનલાઈટેન્ડ અને રેસિસ્ટેન્સ બે ટીમો વચ્ચે ફાઈટ કરાવામાં આવતી. જે જીતે તેને પોર્ટલની માલિકી મળતી. ગેમ બહુ ચાલી નહોતી. પૉકેમોન પણ જીપીએસ બેઈઝ્ડ ગેમ હોવાથી મને ઈન્ગ્રેસ યાદ આવી. મેં ગેમની વેબ પરથી મેપ મેળવ્યો જેમાં પોર્ટલ્સનું સ્થાન દર્શાવેલુ હતુ. મેપ અમદાવાદના નકશા પર પ્લેસ કર્યો. મુજબના કેટલાક સ્થળોએ ફર્યો એટલે તરત અંદાજ આવ્યો કે જ્યાં જ્યાં અગાઉ ઈન્ગ્રેસના પોર્ટલ્સ હતા ત્યાં ત્યાં ‘પૉકેમોન ગૉ’ના પોકેજિમ અથવા પૉકેસ્ટોપ હતા. હવે માત્ર જોવાનું બાકી હતું કે નકશામાં જ્યાં પોર્ટલના સ્પોટ દર્શાવેલા છે ત્યાં પૉકેજિમ છે કે પૉકેસ્ટોપ? હું ‘પૉકેમોન ગૉ’ ઓન કરીને અમદાવાદના વિવિધ સ્થળો પર જ્યાં પોર્ટલ્સ હતા ત્યાં ફરવા લાગ્યો અને પૉકેજિમ અને પૉકેસ્ટોપ માર્ક કરતો ગયો. કામમાં મિત્રોની પણ મદદ લીધી અને સિટીના પૉકેજિમ અને પૉકેસ્ટોપનો ડેટા તૈયાર કર્યો. માહિતી ભેગી કરી તેનું મેપમાં માર્કિંગ કર્યુ.

‘પૉકેમોન ગૉ’ ક્રેઝી યુવાનો પૉકેમોનને શોધી રહ્યાં છે ત્યારે સિટી ભાસ્કરે એક્સપર્ટની મદદથી જાણ્યું કે સિટીમાં 196 પૉકેસ્ટેશન અને 53 પૉકેજિમ છે. કોમ્પ્યુ. એન્જિ. અને બ્લોગર-વેબડિઝાઈનર દિવ્યરાજ ઝાલાએ ટેકનોલોજીની મદદથી અને વિવિધ સ્થળોએ ફરીને પૉકેમેપ તૈયાર કર્યો છે જેમાં પૉકેસ્પોટ દર્શાવાયા છે. તેમના શબ્દોમાં જાણીએ કે તેમણે કેવી રીતે કર્યુ. તેઓ પૉકેમોન શોધી તેને તાકાતવર બનાવવાની ટીપ્સ પણ આપે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો