તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાર શો રૂમના કર્મીએ 15 ગ્રાહકોના 3 લાખ ચાઉં કર્યા

કાર શો-રૂમના કર્મીએ 15 ગ્રાહકોના 3 લાખ ચાઉં કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પસંદગીના નંબર માટે રૂપિયા લઈ લીધા

RTOમાં ગ્રાહકોએ તપાસ કરતાં ભાંડો ફૂટ્યો

સોલાબ્રિજ નજીક આવેલા ફોકસ વેગન કારના શો રૂમમાં આર.ટી.ઓ. એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતો કર્મચારી 15 ગ્રાહકોની ગાડીઓના પસંદગીના નંબરના તેમજ આરટીઓના ટેક્સના રૂ. 3 લાખ રૂપિયા લઇને રફુચક્કર થઇ ગયો હતો. નંબર લેવા માટે જ્યારે ગ્રાહકો આરટીઓમાં ગયા ત્યારે પસંદગીના નંબરના પૈસા ભરાયા નહીં હોવાનું જાણવા મળતા ગ્રાહકોએ હોબાળો કરતા કર્મચારીનો ભાંડો ફૂટી ગયો હતો.

ઈસનપુર શિવમ એપાર્ટમેન્ટમાં રહેતો મિલન રણજિતકુમાર જોશી ફોક્સ વેગનના શો રૂમમાં આરટીઓ એક્ઝિક્યુટિવ તરીકે તા.7-11-2016 થી નોકરી લાગ્યો હતો. કંપનીમાંથી ગાડી ખરીદતા ગ્રાહકોને ચોઈસનો નંબર લેવા માટેના પૈસા, આરટીઓ ટેક્સના પૈસા, આરટીઓની પેનલ્ટીના પૈસા ગ્રાહકો પાસેથી લઇને મિલન આરટીઓમાં જમા કરાવતો હતો. તેમજ આરટીઓમાં પૈસા જમા કરાવ્યાની રસીદો શો રૂમમાં જમા કરાવતો હતો.

લગભગ 3 મહિના પહેલા શો રૂમમાંથી ગ્રાહકોએ ખરીદેલી ગાડીઓ પૈકીની 15 ગાડીના માલિકોએ પસંદગીના નંબર સહિતના આરટીઓના કામ માટે કુલ રૂ. 3 લાખ મિલન જોશી પાસે જમા કરાવ્યા હતા. પરંતુ મિલને તે પૈસા આરટીઓમાં જમા કરાવ્યા હતા. જેથી 15 ગાડીના માલિકોને પસંદગીનો નંબર મળ્યો હતો તેમજ આરટીઓના ટેક્સ સહિતના કોઇ કામ થયા હતા.

મિલનનો ભાંડો ફૂટી જતા અંગે શો રૂમના એચઆર એક્ઝિક્યુટિવ પ્રકાશ સોહનલાલ શર્મા(37)(ઓઢવ)એ મિલન જોશી વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને મિલન જોશીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...