તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 2017ની પૂરસહાય મળી, 2015ના અસરગ્રસ્તો રાહ જુએ છે

2017ની પૂરસહાય મળી, 2015ના અસરગ્રસ્તો રાહ જુએ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાજનજીવનને ધમરોળી નાખનારા પૂરને પગલે અસંખ્ય લોકોની માલ-મિલકતને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જોકે રાજ્ય સરકાર દ્વારા લોકોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી હાલમાં વિવિધ અસરગ્રસ્તોને સહાયના ચેક અર્પણ કરી રહ્યા છે, પરંતુ રાજ્યમાં હજુ એવા લોકો પણ છે, જેમને 2 વર્ષ પહેલાં આવેલા પૂરમાં થયેલા નુકસાનનું વળતર હજુ ચુકવાયું નથી. વર્ષ 2015માં બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકાના રડકા ગામમાં પૂરમાં લોકો પ્રકારે પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂક્યા હતા, પરંતુ તેમને આજ સુધી સહાયની કાણી પાઈ પણ મળી નથી. પૂર બાદ થયેલા સરવેની કામગીરીમાં 106 વાસ્તવિક અસરગ્રસ્તને બદલે 92 ભૂતિયા અસરગ્રસ્તને સહાય ચુકવાઈ ગઈ હતી. બાબતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરાઈ હતી જે અત્યારે પેન્ડિંગ છે.

રડકા ગામના પૂર્વ સરપંચ ગંગારામ પટેલે 29 જૂન, 2016માં હાઈકોર્ટમાં દાખલ કરેલી જાહેર હિતની અરજી અનુસાર 2015માં આવેલા ભયંકર પૂરના પગલે રડકામાં રહેતા લોકોને ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ રાજ્ય સરકારે લોકોની મદદ માટે સરવેની કામગીરી હાથ ધરી હતી. લોકોને આશા હતી કે તેમને પૂરેપૂરું વળતર મળશે, પરંતુ જ્યારે ચેકની રકમ તેમને ચુકવાઈ ત્યારે અસરગ્રસ્તો કરતાં બીજા લોકોને સહાય આપવામાં આવતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા.

11 નવેમ્બર, 2016એ રડકા ગામના 10 રહીશે વિજિલન્સ કમિશનરને અરજી કરી ગેરરીતિ થઈ હોવાની આશંકા દર્શાવી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયાં નહોતાં. તેથી બાબતે તેમણે લાંચ રુશવત વિરોધી બ્યુરો સહિત વિવિધ સરકારી એજન્સીઓમાં અરજીઓ કરી હતી, પરંતુ ત્યાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. દરમિયાન કલેક્ટર કચેરી, બનાસકાંઠા પાલનપુર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પગલાં લેવા હુકમ કરાયો હતો, છતાં કોઈ ફળદાયી પરિણામ આવતાં અંતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ પત્ર લખી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી કરાઈ હતી. સતત એક વર્ષ કરતાં વધુ સમય સુધી વિવિધ કક્ષાએ રજૂઆતો અને પત્રવ્યવહાર પછી પણ કોઈ પરિણામ આવ્યું નહોતું.

ટકાવારી આપી, તેને ઓછી સહાય મળી

^રડકાગામના પૂરગ્રસ્તોમાં જે પણ ગ્રામજનોને મોટું નુકસાન થયું હતું તે લોકોએ સરકારી સહાયમાંથી સરકારી બાબુઓને ટકાવારી આપવાની ના પાડી તે લોકોને આકરણીમાં ખૂબ ઓછા પૈસા નક્કી કરીને અપાયા છે. બાબતે ન્યાય થવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને નુકસાનના પૈસા મળવા જોઈએ.’ > અજયપટેલ, સામાજિકકાર્યકર, અમદાવાદ

40 લાખમાંથી 23.50 લાખ આકરણીકારે લીધા

^જેમનાંઘર પડ્યાં નથી, તેવા એક પરિવારના બેથી ત્રણ લોકોને સહાય આપી છે. જરૂર છે તેમને કાંઈ મળ્યું નથી. ખોટી આકારણી કરીને રૂ. 40 લાખમાંથી રૂ. 23.50 લાખ આકરણી કરનારે લીધા છે. મને પણ 5 લાખની ઑફર મળી હતી. ફરિયાદ કરી તો કહ્યું, ઉપર સુધી પૈસા ગયા છે તમે કાંઈ કરી શકશો નહીં. આથી અમે કોર્ટમાં અરજી કરી છે.’ > ગંગારામપટેલ, અરજદાર

સહાયના ધોરણમાં પણ અસમાનતાનો આક્ષેપ

જેમને સહાય ચૂકવાઈ છે અથવા અંશત: સહાય અપાઈ છે તેમાં વહાલાદવલાની નીતિ અખત્યાર કરી એક કે બે સમાજના લોકોને વધુ સહાય આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. અમુક લોકોને માત્ર રૂ. 3000 ચુકવાયા છે, જ્યારે પ્રકારનું નુકસાન વેઠતા અરજદારને રૂ. 94700 સુધીની સહાય ચુકવાઈ ગઈ છે.

બનાસકાંઢાના સૂઈગામ તાલુકામાં વર્ષ 2015માં પૂર આવ્યું હતું. તાલુકાના રડકા ગામના અસરગ્રસ્તો માટે સરકારે સહાય જાહેર કરી હતી, પરંતુ આજે પણ સરકારી મદદ માટે અસરગ્રસ્તો રાહ જુએ છે. સહાયચુકવણીમાં થયેલા ભ્રષ્ટાચારને કારણે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...