તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ કરતા પણ ભાવનગરના લોકો વધુ ભરે છે ટ્રાફિક ભંગનો દંડ

અમદાવાદ કરતા પણ ભાવનગરના લોકો વધુ ભરે છે ટ્રાફિક ભંગનો દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દિર્ઘ દ્રષ્ટ્રિના અભાવે પાર્કિંગની કોઇ સુવિધા નથી. ચોંકાવનારી બાબત તો છે કે, ભાવનગરના લોકો અમદાવાદ મહાનગર કરતા પણ વધુ ટ્રાફિક નિયમોના ભંગનો દંડ ભોગવી રહ્યા છે.

વસ્તુ અને તેની સામે વસુલ કરાતો દંડ ભાવનગરમાં ઘણો વધુ છે. તેની પાછળનંુ કારણ એક છે કે પાર્કિંગ પોઇન્ટના અભાવે લોકો ગમે ત્યા વાહન પાર્ક કરવા મજબુર બને છે. જેમાં નો-પાર્કિંગ હોય એટલે પોલીસ તુરંત વાહન ટોઇંગ કરી લે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને શાસક પક્ષની નબળી નિતીનો ભોગ આમજનતા બની રહી છે.

હવે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તો વાહન ચાલકોની પાર્ક કરવાની સમસ્યાનો ઉકેલ આવી શકે છે અને પોલીસના દંડના મારથી પણ બચી શકે તેમ છે.

E ચલણથી

રૂ.12 લાખ

>સ્થળ પર રૂ. 6 લાખ

> RTOમાં રૂ.18 લાખ > E ચલણથી રૂ.12 લાખ સહિત વાહન ચાલકો ભરે છે નિયમ ભંગમાં દંડ.

ટેક્સની સાથોસાથ દંડ

પણ ભોગવવાનો

ભાવનગરમ્યુ. કોર્પોરેશનમાં લોકો વેરો તો ભરે છે, પરંતુ તેની સામે એટલી રકમ ટ્રાફિક ભંગના નામે દંડ ભોગવી રહ્યા છે. ટેક્સમાં થોડો વધારો થાય તો દેકારો થાય છે હકીકતમાં પાર્કિંગ ઝોન બનાવવા માટે નગરજનોએ દેકારો કરવાની જરૂર છે. ટેક્સથી પણ વધુ દંડમાં રકમ જતી રહે છે, લોકો અવાજ નહીં ઉઠાવે તો કોર્પોરેશનના શાસકો કયારેય ગંભીરતા નહીં સમજી શકે.

પાર્કિંગની કોઇ વ્યવસ્થાના અભાવે ગમે ત્યાં વાહન પાર્ક કરવાની વાહન ચાલકોની મજબુરી : પોલિસ તંત્ર તરત વાહન ટોંઇગ કરે છે

પાડા વાંકે પખાલીને ડામ | BMCને પાર્કિંગની િચંતા નથી

અન્ય સમાચારો પણ છે...