તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુસંધાન પાના નં.1 પરનું...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામનાપાટીયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન રાજધાની હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલ આંધ્રપ્રદેશ પાસીંગના ટ્રકને અટકાવી તલાશી લેવાઇ હતી. જેમાં ટ્રકમાં ફ્રીઝના ખાલી ખોખામાં સંતાડેલ વિદેશી દારૂની 8295 બોટલો અને બીયરના 2328 ટીન કિંમત રૂપિયા 33,91,300, ટ્રક, મોબાઇલ, દોરડુ, તાડપત્રી સહિત રૂપીયા 41.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડામાં મૂળ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના સદકડી ગામનો અને હાલ અમદાવાદ નારણપુરામાં રહેતો ટ્રકનો કલીનર દિનેશભાઇ કલાજી મીણા ઝડપાઇ ગયો હતો. જયારે ટ્રકનો ડ્રાઇવર મદનલાલ નાસી છૂટ્યો હતો. બન્ને શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જયારે ઝડપાયેલ શખ્સ દિનેશભાઇ મીણાના રીમાન્ડ મેળવી બીજા નામો ખૂલે તેવી પોલીસ આશા રાખી રહી છે. હાલ નાસી છૂટેલા ડ્રાઇવર મદનલાલને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...