તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • એરંડા વાયદામાં સટ્ટાકીય તેજી ખાદ્યતેલો પણ સંગીન સ્થિતિમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરંડા વાયદામાં સટ્ટાકીય તેજી ખાદ્યતેલો પણ સંગીન સ્થિતિમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરંડામાંતેજીનો તોફાન યથાવત રહ્યું છે. જોકે, હાજરમાં ઉછાળે વેચવાલી આવતા તેજીને બ્રેક લાગી છે. હાજરમાં રૂા.875 ઉપર ભાવ બોલાઇ ગયા બાદ ખેડૂતો દ્વારા આજે વેચવાલી આવતા ભાવ રૂા.10-15 ઢીલા પડ્યા હતા. જ્યારે વાયદામાં તેજી જળવાઇ રહેતા 4600ની સપાટી કુદાવીને એપ્રિલ વાયદો રૂા.4620 રહ્યો હતો. રૂપિયા સામે ડોલર સતત તૂટી રહ્યો હોવાના કારણે દિવેલની નિકાસને બ્રેક લાગી છે. નિકાસ ઘટવાના અહેવાલો છતાં એરંડામાં તેજી જળવાઇ છે. નવી સિઝનનો પાક 10 લાખ ટન અંદર રહેવા અંદાજ છે જોકે, કેટલાક તેજીના ખેલાડીઓ પાક 8 લાખ આસપાસ રહેશે તેવો સંકેત આપી રહ્યાં છે જેના પરિણામે બજારને સપોર્ટ મળી રહ્યો છે.

ખાદ્યતેલ માર્કેટમાં આયાત વધશે તેવા અહેવાલો છતાં સ્થાનિકમાં ભાવ સપાટી મજબૂત રહી છે. સિંગતેલ લુઝમાં ભાવ રૂા.960-975ની રેન્જમાં અથડાઇ રહ્યાં છે. પામતેલમાં આગામી સમયમાં ભાવ સપાટી કેવી રહે છે તેના પર બજારની મુવમેન્ટ જોવા મળશે. હાજરમાં મોટી ખરીદી હોવાથી ભાવ ચાલુ મહિનામાં નજીવી વધઘટે અથડાઇ જવાનું અનુમાન છે.

ખાંડમાં ઉત્પાદન ઘટીને 203 લાખ ટન આસપાસ રહી જશે તેવો નિર્દેશ ઇસ્મા દ્વારા કરવામાં આવ્યો છે. સિઝનની શરૂઆતથી ઉત્પાદનમાં સતત કાપ મુકવામાં આવી રહ્યો હોવાના કારણે ખાંડના ભાવમાં સતત મજબૂતી જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં રિટેલમાં ખાંડના ભાવ 22 ટકા સુધી વધીને રૂા.42.43 પ્રતિકિલો રહ્યાં છે. જે અગાઉના વર્ષે સમયમાં 34.73 પ્રતિ કિલો હતા. આગામી દિવસોમાં પુરવઠો નહિં વધે અને આયાત પર ભાર મુકવામાં નહિં આવે ત્યાં સુધી ઘટાડાની શક્યતા નથી. ઉલટું ગમે ત્યારે ભાવ સપાટી રૂા.47-50ને ક્રોસ કરે તેવા સંકેતો મળી રહ્યાં છે.

ખાંડના ભાવ રિટેલમાં વર્ષમાં 22 ટકા વધ્યાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો