તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રૂપિયાની મજબૂતીથી સોનું નરમ ચાંદી રૂા.41000ના મથાળે સ્થિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપિયાની મજબૂતીથી સોનું નરમ ચાંદી રૂા.41000ના મથાળે સ્થિર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડોલરસામે રૂપિયો સતત મજબૂત બની રહ્યો છે જેના કારણે વૈશ્વિક સોનામાં મજબૂત સ્થિતી છતાં સ્થાનિકમાં ભાવ સપાટી ધીમી ગતીએ ઘટી રહી છે. વૈશ્વિક સોનામાં હાલ ઘટાડાના સંકેતો ડિસ્કાઉન્ટ થઇ ગયા છે. એનાલિસ્ટો હવે મોટી મંદી નકારી રહ્યાં છે. વૈશ્વિક સોનાની રેન્જ ચાલુ મહિનામાં 1220-1250 ડોલરની રેન્જમાં રહેશે. જ્યારે ચાંદી 18 ડોલરની સપાટી ક્રોસ કરી જાય તેવું અનુમાન છે. અમદાવાદ ખાતે ચાંદી જળવાઇને રૂા.41000ની સપાટીએ રહી હતી. જ્યારે સોનું 100 ઘટી રૂા.29000 રહ્યું હતું. મુંબઇ સોનું રૂા.28625 અને ચાંદી રૂા.41255 ક્વોટ થતી હતી. નવી દિલ્હી ખાતે સોનું 100 ઘટીને 29050 અને ચાંદી 300 ઘટી રૂા.41200 બોલાતી હતી. હાજર બજારોની સાથે વાયદામાં પણ ભાવ સાંકડી રેન્જમાં સતત અથડાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો