તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • TDS, કરચોરી કેસોમાં ITની ઢીલી નીતિને પગલે CBDTની સૂચના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TDS, કરચોરી કેસોમાં ITની ઢીલી નીતિને પગલે CBDTની સૂચના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરચોરો સામે ફોજદારી કાર્યવાહી ઝડપી બનાવવા CBDTની તાકીદ

ટેક્સ કન્સલન્ટન્ટ પ્રમોદ પોપટે કહ્યું કે, આવકવેરા વિભાગ, કરચોરી કરનારા સામે આકરાં ઝડપથી પગલાં લેવા કમર કસી રહ્યું છે. ટી.ડી.એસ. કેસોમાં કસૂર કરનાર તેમજ કરચોરી કરનારાઓ આઈ.ટી.ના ગંભીર ગુનાથી દૂર રહેવું વધુ હિતાવહ છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આવકવેરા કાયદા હેઠળ કસૂર કરનારા સામે પગલાં લેવા અંગે સીબીડીટીએ કડક અભિગમ અપનાવ્યો છે. ટી.ડી.એસ. કપાત કરીને સરકારમાં જમા નહીં કરાવનાર ઉપરાંત બોગસ કંપનીઓ બનાવીને ખોટી એન્ટ્રીઓ આપતી કંપનીઓ તેમજ બોગસ કંપનીઓમાંથી લાંબાગાળાના મૂડી નફાની એન્ટ્રીઓ મેળવી આવકવેરાના લાભ લેતા કરદાતાઓ સામે પગલાં લેવા સૂચના અપાઈ છે. પ્રકારે કરદાતાઓ પેની સ્ટોકમાં રોકાણ કરીને પણ મૂડી નફાનો લાભ લેતા હોય છે. સર્ચના કેસોમાં કે જેમાં સેટલમેન્ટ કમિશનમાં કેસ થયા હોય અને આવા કેસ રિજેક્ટ થયા હોય તેવા કિસ્સામાં પગલાં લેવા સૂચના અપાઈ છે. સીબીડીટી ચેરમેને, આવા તમામ કેસોમાં ફોજદારી કેસોની કાર્યવાહી ઝડપી બનાવવા માટે તાકીદ કરી છે. કેટલાક કરદાતાઓએ કમ્પાઉન્ડિંગ અરજી કરીને કેસની પતાવટ માટે પણ સૂચના આપી છે. આવકવેરા વિભાગમાં કમ્પાઉન્ડિંગ કેસોની અરજીઓ પણ મોટી સંખ્યામાં પેન્ડિંગ હોવાનું ધ્યાન પર આવતાં સીબીડીટીએ તે અંગેની કાર્યવાહી ઝડપથી આટોપવા તાકીદ કરી છે. આવા કિસ્સામાં કરદાતાઓ સામેના કેસો પાછા ખેંચીને દંડ, વ્યાજ સહિતની રકમની વસૂલાત કરવા માટેની કાર્યવાહી પણ ઝડપી બનાવવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો