તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આગામી મુખ્યમંત્રી પછાત સમાજનો બનાવો: અલ્પેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી મુખ્યમંત્રી પછાત સમાજનો બનાવો: અલ્પેશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓબીસી,એસસી, એસટી એકતા મંચના સૌરાષ્ટ્રના 1500થી વધારે આગેવાનોની એક બેઠક અમદાવાદ ખાતે મંચની રાણીપ ખાતેની ઓફિસે યોજાઈ ગઈ. બેઠકમાં સૌરાષ્ટ્રમાંથી ભરવાડ, રબારી, કોળી, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત, આયર તેમજ દલિત સમાજના દરેક જિલ્લાના આગેવાનોએ હાજરી આપી હોવાનું મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે જણાવ્યું છે. અલ્પેશ ઠાકોરે આગામી મુખ્યમંત્રી પછાત સમાજનો બનાવવાની હાકલ કરી હતી.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, રાજ્યમાં ઓબીસી સમાજની વસતી સૌથી વધારે હોવા છતાં આજે એવી સ્થિતિ છે કે, ઓબીસી સમાજને પોતાના હક માટે કરગરવું પડે છે. તમામ રાજકીય પક્ષોએ ઓબીસી સમાજને ફક્ત એક વોટબેન્ક તરીકે જોયો છે અને તેનો ઉપયોગ કર્યો છે. હવે સમય બદલાય તે જરૂરી છે, સમયની સાથે ઓબીસી સમાજે પોતાની માનસિકતા પણ બદલવી જરૂરી છે. 55 ટકાથી વધારે મતની તાકાત ધરાવતો સમાજ પોતાના હક માટે કોઈની સામે હાથ લાંબો કરે તે હવે શક્ય નથી. આગામી 2017ની ચૂંટણીમાં રાજ્યનો મુખ્યમંત્રી ચોક્કસપણે પછાત સમાજનો બને અને તે માટે સૌએ સાથે મળીને જે પુરુષાર્થ કરવો પડે તે કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો