તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુજસેટ: માહિતી પુસ્તિકા, પિન નંબર, રજિસ્ટ્રેશન 30 માર્ચથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજસેટ: માહિતી પુસ્તિકા, પિન નંબર, રજિસ્ટ્રેશન 30 માર્ચથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષણ બોર્ડે કરેલી જાહેરાત અનુસાર ગુજસેટ માટેની માહિતી પુસ્તિકા વિતરણ અને પિન નંબર (યૂઝર આઈડી-પાસવર્ડ) 42 વિતરણ કેન્દ્રો પરથી 30મી માર્ચે ઉમેદવાર દીઠ પરીક્ષા ફી રૂ. 300નો રાષ્ટ્રીયકૃત બેન્કનો અમદાવાદ ખાતે ચૂકવવાપાત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ, સચિવ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેલ, ગાંધીનગરના નામે આપવો.

ગાંધીનગર, વડોદરા બોર્ડની કચેરી ખાતે તેમજ ટી એન્ડ ટીવી હાઈસ્કૂલ, નાનપુરા ,સુરત અને એસજી ધોળકિયા હાઈસ્કૂલ, રાજકોટ ખાતેથી 30મી માર્ચથી 15મી એપ્રિલ દરમિયાન માહિતી પુસ્તિકા અને પિન નંબર મેળવી શકશે.

માહિતી પુસ્તિકા અને પિન નંબર વિતરણ કેન્દ્રોની યાદી બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે. વિજ્ઞાન પ્રવાહ ધરાવતી સ્કૂલોએ તેમની સ્કૂલના તમામ ઉમેદવારોનો પરીક્ષા ફીનો સંયુક્ત ડીડી કરાવીને પણ માહિતી પુસ્તિકા અને પિન નંબર (યૂઝર આઈડી-પાસવર્ડ) મેળવી શકશે.યૂઝર આઈડી- પાસવર્ડનો ઉપયોગ કરી વેબસાઈટ www.gseb.org પર લોગ ઈન કરીને ગુજસેટ-2017નું રજિસ્ટ્રેશન કરાવી શકશે.(ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે) જે 30મી માર્ચ,2017થી 16મી એપ્રિલ,2017 દરમિયાન થઈ શકશે. માટે ઉમેદવારોએ ફોટા અપલોડ કરવાના રહેશે. માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની વિગતો પણ ફરજિયાત માંગવામાં આવેલી છે.

16એપ્રિલ સુધી બોર્ડની સાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો