તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિદેશ મોકલવાના નામે લાખો પડાવતી ગેંગને પોલીસે ઝડપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશ મોકલવાના નામે લાખો પડાવતી ગેંગને પોલીસે ઝડપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદેશજવા ઈચ્છુક વ્યક્તિઓને બનાવટી વિઝા આપી લાખો રૂપિયા ખંખેરતી ગેંગના બે આરોપી રાજ ગુરનાની (થલતેજ) અને મિલવ બિક્યું (મુંબઈ)ની એસઓજીએ થલતેજ ખાતેથી ધરપકડ કરી છે. રાજ પાસેથી કેનેડાના બનાવટી વિઝાના સ્ટિકર મારેલા બે પાસપોર્ટ તેમજ કેનેડા, અમેરિકા, યુકેના ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતાં.

એસઓજીના એસીપી બી.સી.સોલંકીના જણાવ્યા અનુસાર, મિલવ અગાઉ સાબરમતીમાં રહી બિઝનેસ કરતો હતો. ધંધાર્થે મિલવની પાસપોર્ટનું કામ કરતા રાજ સાથે મિત્રતા થઈ હતી. ચેન્નાઈમાં રહેતો રાજનો મિત્ર હુસેન સરકાર બનાવટી વિઝાનું કામ કરતો હોવાથી રાજે મિલવને વિદેશ જવા ઈચ્છુક માણસો શોધી લાવવા જણાવ્યું હતું.

આમ બંનેએ ભેગા મળી આંબાવાડીના રૂતુલ શુક્લા અને બોપલના લાભેશ પંચાલ પાસેથી કેનેડાના વિઝા અપાવવા બહાને કુલ 13 લાખ મેળવી છેતરપિંડી કરી હતી. આમ આરોપીઓએ ચેન્નાઈના હુસેન સરકાર મારફતે બનાવટી વિઝાના સ્ટિકર બનાવડાવી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી રૂ. 60 લાખ મેળવી તેઓની સાથે છેતરપિંડી કરી હતી. રાજ અને મિલવ બનાવટી વિઝાના સ્ટિકર ચેન્નાઈના હુસેન પાસેથી લાવતા અને પ્રતિ સ્ટિકર 90 હજાર ચૂકવતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો