તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બોપલની DPS સ્કૂલના વાલીઓની ફી વધારાની સામે સિગ્નેચર ઝુંબેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોપલની DPS સ્કૂલના વાલીઓની ફી વધારાની સામે સિગ્નેચર ઝુંબેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીઓએ ફી વધારો પાછો ખેંચાય ત્યાં સુધીમાં આંદોલન જારી રાખવાનો નિર્ણય લીધો છે. વાલીઓ સ્કૂલ પાસે પ્લે કાર્ડ સાથે દેખાવો જારી રાખ્યા છે, ઉપરાંત વાલીઓએ સિગ્નેચર કેમ્પેન જારી રાખીને આશરે 1300 જેટલા વાલીઓની સિગ્નેચર એકઠી કર્યાનો દાવો કર્યો છે.

આંદોલન કરી રહેલા પરાગ ગાંધી નામના વાલીએ કહ્યું હતું કે, જ્યાં સુધી સ્કૂલ સત્તાવાળાઓ ફી વધારો પાછો ખેંચે ત્યાં સુધી અમારું આંદોલન જારી રાખીશું. અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે.બીજી તરફ બુધવારે શિક્ષણમંત્રીને રજૂઆત કરવા માટે જવાના છીએ.’

પરાગ ગાંધીએ કહ્યું છે કે,‘સ્કૂલના વેબ પોર્ટલ પર કેટલાક વાલીઓને લક્ષ્યાંક બનાવી રહ્યા છે અને વાલીઓની યુનિટી તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ બોપલની ડીપીએસ સ્કૂલમાં ગત શનિવારે મોટી સંખ્યામાં વાલીઓએ એકઠા થઈને સ્કૂલે કરેલા ફી વધારાની સામે નારાજગી વ્યક્ત કરી હતી.

વાલીઓની પ્રાથમિક ડીઈઓને ફરિયાદ, આજે શિક્ષણમંત્રીને મળશે

ફી વધારાના વિરોધમાં 1300 પેરેન્ટ્સના હસ્તાક્ષર પણ લીધા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો