તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેટ્રોકોર્ટમાં બોગસ સોલવન્સી રજૂ કરનારા બેની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેટ્રોકોર્ટમાં બોગસ સોલવન્સી રજૂ કરનારા બેની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘીકાંટા ખાતે આવેલી રાજ્યની સૌથી મોટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીનદાર તરીકે હાજર થઇ બોગસ સોલંવશી રજૂ કરવાના કૌભાંડમાં કારંજ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે નાસતા ફરતા 4 આરોપીઓને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ કમરૂદીન અંસારી અને ભરત પંચાલને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.સી.ઠાકરે 2 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં.12 માં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના રાયોટિંગના ગુનામાં પકડાયેલા આરોપી ગુલામ સાબીર અને ગુલામ ખ્વાજાને કોર્ટે જામીન આપ્યા હતાં. જેમાં જામીનદાર તરીકે કમરૂદીન અને ભરત પંચાલે રૂ. 25 - 25 હજારની સોલંવશી રજૂ કરી હતી. અંગે એડ્વોકેટ રફીક કુરેશીએ તપાસ કરતા સોલંવશી બોગસ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેથી કુરેશીએ કમરૂદીન, ભરત પંચાલ, વિનોદ પંચાલ, પ્રવીણ પંચાલ, હરીશ શુકલ અને દેવેન્દ્ર પંડ્યા સામે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.

કેસની તપાસ કરતા ઇન્સ્પેક્ટર આર.જે.પાંડોરે મામલદાર કચેરીમાં તપાસ કરતા કોર્ટમાં રજૂ કરાયેલી સોલંવશી બોગસ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો