તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાગરના મળતિયાને શોધવા મુંબઈ પોલીસ અમદાવાદમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાગરના મળતિયાને શોધવા મુંબઈ પોલીસ અમદાવાદમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આનંદનગર પોલીસને સાથે રાખીને પ્રહલાદનગર પિનેકલ હાઉસ ખાતેના સાગરના કોલ સેન્ટરમાં તપાસ માટે ગઇ હતી. આટલું નહીં સાગરના કોલ સેન્ટરની આસપાસની ઓફિસના માલિકો તેમજ સ્ટાફ મેમ્બરોની પૂછપરછ કરીને સાગર વિશે માહિતી એકત્રિત કરી હતી. તેમજ અમદાવાદમાં સાગર ઠાકરના કોલ સેન્ટરો ચલાવતા ઓપરેટરો વિશે માહિતી એકત્રિત કરીને તેમના નિવેદન લેવાનું શરૂ કર્યું છે.

કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 23 વર્ષનો સાગર ઠાકર ઉર્ફે સેગી કરોડો રૂપિયા ભેગા કરીને દુબઈ ભાગી ગયો છે. જ્યારે સાગરના કોલ સેન્ટર કૌભાંડની તપાસ મુંબઈ,થાણે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત એફબીઆઈ કરી રહી છે.

અમદાવાદમાં સાગર ઠાકર ઓપરેટરો મારફતે 25 કોલ સેન્ટર ચલાવતો હતો. કોલ સેન્ટર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાગર ઠાકર વિરુદ્ધ હાલમાં પોલીસ પાસે ઠોસ પુરાવા નથી. જેથી ઓપરેટરોના નિવેદન લઇને સાગર ઠાકર વિરુદ્ધ સકંજો મજબૂત કરવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ આવી છે.

અમદાવાદ જિલ્લા એલસીબીએ તાજેતરમાં બાવળામાં દરોડો પાડીને કોલ સેન્ટર પકડી પાડ્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અંગે પણ માહિતી મેળવી હતી.

પ્રહલાદનગરના પિનેકલ હાઉસમાં તપાસ કરી

કોલ સેન્ટર કૌભાંડમાં કરોડો ખંખેરી લેવાયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો