તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 2685 નોકરી ઓફર કરાશે 7થી 19 હજાર સુધી પગાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2685 નોકરી ઓફર કરાશે 7થી 19 હજાર સુધી પગાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેગા જોબ ફેર માટે રોજગાર કચેરી ખાતે નોંધણી કરાવનાર આશરે 3000 ઉમેદવાર ઉપરાંત રજિસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારો પણ મેગા જોબ ફેરમાં ભાગ લઈ શકશે તેમ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એસ.આર. વિજયવર્ગીયે જણાવ્યું હતું. જોબફેરમાં 16 કંપનીઓ ભાગ લેશે અને 7000થી 19 હજાર સુધી પગાર ઓફર કરાશે.

તેજસ્વી ઉમેદવારને સરળતાથી નોકરી મળી જતી હોય છે, પરંતુ અભ્યાસમાં મધ્યમ વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં ખાસી મુશ્કેલી પડતી હોય છે.આ સ્થિતિમાં નોકરી ઈચ્છુક ઉમેદવારોને નોકરી આપવા, જ્યારે વિવિધ ઔદ્યોગિક એકમોને જરૂરી માનવશ્રમ પૂરું પાડવા માટે 2685 જેટલી પોસ્ટ પર રોજગારી પૂરી પાડવાના હેતુસર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

16 કંપની ભાગ લેશે

{કુલ 16 જેટલી કંપનીઓ દ્વારા 2685 પોસ્ટ પર માસિક રૂ. 7000થી રૂ. 19,000 સુધીનો પગાર ઓફર કરાશે.

{ ગ્રેજ્યુએટ થયેલા 25 વર્ષની વયજૂથના ઉમેદવારો ખાનગી બેન્કમાં કસ્ટમર સર્વિસ ઓફિસર તરીકેની નોકરી ઓફર થશે.

{ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ, વિઝ્યુલ એક્ઝિક્યુટિવ,ડેટા એન્ટ્રી ઓપરેટર, ટેલિ કોલર સહિતની ભરતી થશે.

{ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેેવા ઉમેદવારો ભાગ લઈ શકશે.

{ મેગા જોબફેરમાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ નથી.

{ સવારે 11થી બપોરે ચાર સુધી યોજાશે મેગા જોબ ફેર.

{ આત્મવિશ્વાસ, કામ કરવાની ધગશ અનિવાર્ય શરત છે.

રજિસ્ટ્રેશન નહીં હોય તો પણ ભાગ લઈ શકાશે

ગુજરાત કોલેજમાં આજે સવારે 11થી મેગા જોબ ફેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો