તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાઈસન્સ રિન્યૂ: એપોઈન્ટમેન્ટના ત્રાસમાંથી છુટકારો મળવા શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઈસન્સ રિન્યૂ: એપોઈન્ટમેન્ટના ત્રાસમાંથી છુટકારો મળવા શક્યતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુભાષબ્રિજ આરટીઓમાં હાલ લાઈસન્સ રિન્યૂ માટે 450 એપોઇમેન્ટની સામે અંદાજે 350 અરજીઓનો નિકાલ કરાય છે. સિવાય ટ્રાન્સપોર્ટના વિવિધ ડ્રાઇવરોની 100 અરજીઓ મેન્યૂઅલી આવે છે. અરજદારોને લાઈસન્સ રિન્યૂમાં એપોઇમેન્ટ નહીં મળતી હોવાની બહુ મોટી સમસ્યા છે. જેની સામે ગાંધીનગર અને વસ્ત્રાલ આરટીઓમાં તો વગર એપોઇમેન્ટે અરજદારો લાઈસન્સ રિન્યૂ કરાવે છે. જેથી સુભાષબ્રિજ આરટીઓમાં પણ લાઈસન્સ રિન્યૂ માટેની એપોઇમેન્ટની ફરજ પડાય નહીં તો અરજદારોને સરળતા રહેશે. આર્થિક ભારણ પણ ઘટશે. આરટીઓ અધિકારીઓ કહે છે કે એપોઇમેન્ટ રદ કરવાની વિચારણા ચાલી રહી છે. ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરાઇ છે. સુભાષબ્રિજના આરટીઓ જી.એસ. પરમારના જણાવ્યા અનુસાર લાઈસન્સ એક મહિના અગાઉ રિન્યૂ કરી અપાય છે. એપોઇમેન્ટ નહીં મળવાની સમસ્યા છે. જેથી સરળતાથી લાઈસન્સ રિન્યૂ થઇ જાય તે માટે વ્યવસ્થા કરાશે.

વાહનચાલકોએ બિનજરૂરી દંડ નહીં ભરવો પડે

^લાઈસન્સરિન્યૂ કરવામાં એપોઇમેન્ટની વ્યાપક ફરિયાદો ઊઠી છે. લાઈસન્સની મુદ્દત વિતી ગયા બાદ રિન્યુની એપોઇમેન્ટ મળે છે. જેના કારણે અરજદારને અર્થવગરનો દંડ ભરવો પડે છે. દંડ ભરવામાંથી મુક્તિ મળે તે માટે એપોઇમેન્ટ રદ કરવી જોઇએ. સુભાષબ્રિજ આરટીઓ તરફથી હકારત્મક નિર્ણય લેવાશે તો વાહનચાલકોને ઘણો ફાયદો થશે. > હરીશપટેલ, પ્રમુખ,ઓલ ગુજરાત મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ફેડરેશન

ગાંધીનગર-વસ્ત્રાલમાં માટે એપોઈન્ટમેન્ટ લેવી પડતી નથી

સુભાષબ્રિજ આરટીઓમાં એક સપ્તાહમાં નિર્ણય લેવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો