તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉપર દળના ખેડૂતો દ્વારા થયેલી રજૂઆતનાે સરકારનો હકારાત્મક અભિગમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપર દળના ખેડૂતો દ્વારા થયેલી રજૂઆતનાે સરકારનો હકારાત્મક અભિગમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નળ કાંઠામાં સિંચાઇની સુવિધા વધારવા વિકલ્પોની તાંત્રીક ચકાસણી મંગળવારથી

અમદાવાદજિલ્લાના નળ કાંઠા વિસ્તારમાં વિરમગામ, સાણંદ અને બાવળા તાલુકાના ૩૨ ગામોમાં સિંચાઇની સુવિધા બાબતે થયેલ રજૂઆત તેમજ ઉપરદળના ખેડૂતોએ કરેલી રજૂઆતના સંદર્ભમાં રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ દાખવ્યો છે અને મહેસુલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરી વિસ્તારમાં સિંચાઇનું પાણી પુરુ પાડવા વિભિન્ન વિકલ્પોની તાંત્રીક ચકાસણી દિન-૨માં શરૂ કરાવી શક્યતાદર્શી અભ્યાસ અહેવાલ તાત્કાલિક તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. માટે અહેવાલ તૈયાર કરવા વાપકોસ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. કામગીરી મંગળવારથી શરૂ કરાશે.

અમદાવાદ જિલ્લા કલેકટર શ્રીમતી અવંતિકાસીંઘે સાણંદ, વિરમગામ અને બાવળા તાલુકાના પ્રાંત અધિકારીની તાકીદની બેઠક યોજી સર્વે ઝડપથી થાય તેનું આયોજન હાથ ધર્યું હતું જેને વિસ્તારના સરપંચોએ આવકાર્યું હતું. કંપની ખૂબજ ટૂંકા સમયમાં સિંચાઇ આપવા બાબતે વિવિધ વિકલ્પોની ચકાસણી, પાણીની શક્યતાઓ સહિત સર્વગ્રાહી અભ્યાસ કરશે જેથી વિસ્તારને સિંચાઇ માટે ઝડપથી પાણી પુરુ પાડી શકાય.નળ કાંઠાના વિસ્‍તારમાં ૩૨ ગામો આવે છે જેમાં ફતેવાડી યોજના હેઠળ ૧૮ ગામ, નર્મદા પિયત વિસ્તારના પાંચ ગામ અને ગામોનો કોઇપણ પિયત વિસ્તારમાં સમાવેશ થયેલ નથી. ફતેવાડી યોજના હેઠળ ૧૮ પૈકી ગામોમાં નહેરો દ્વારા સિંચાઇ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો