તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અધિકારીઓની હપતા સિસ્ટમથી કોટ વિસ્તારમાં દબાણો દૂર થતાં નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધિકારીઓની હપતા સિસ્ટમથી કોટ વિસ્તારમાં દબાણો દૂર થતાં નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંકલનની બેઠકમાં કોંગી ધારાસભ્યની મ્યુનિ. કમિશનરને રજૂઆત

લારી-ગલ્લાં, BRTS અને દબાણ ટ્રાફિકની સમસ્યા માટે જવાબદાર

ગ્યાસુદ્દીન શેખે રજૂઆત કરતા કહ્યું કે, બીઆરટીએસના તઘલખી આયોજન અને રોડ ઉપર થતા દબાણો દૂર કરવામાં એસ્ટેટ ખાતાની હપતા સિસ્ટમના કારણે ઊભી થયેલી નિષ્ક્રિયતા અને ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે જાહેર રોડ પર આડેધડ પાર્કિંગની સમસ્યા પણ વધી ગઈ છે. કોટ વિસ્તારમાં તો 108 એમ્બુલન્સ પણ દર્દીઓને લઈને ટ્રાફિકમાં ફસાઈ જાય છે. ટ્રાફિક પોલીસ સાથે સંયુક્ત મિટિંગ કરવી આવશ્યક બની છે.

અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં એલઈડી સ્ટ્રીટલાઈટો નાખી દેવામાં આવી છે પણ કોટ વિસ્તારમાં રાજકીય કારણોસર લગાવાઈ નથી અને ભેદભાવપૂર્ણ રીતે વિસ્તારની અવગણના કરવામાં આવી છે તો તાકીદ અહીં પણ એલઈડી લાઈટો નાખવામાં આવે તેવી માંગણી ગ્યાસુદ્દીન શેખે કરી હતી. જેના પ્રત્યુત્તરમાં કમિશનર મુકેશકુમારે ઓગસ્ટ મહિના સુધીમાં લાઈટો નાખી આપવા ખાતરી આપી હતી. શાહપુર બ્હાઈ સેન્ટરથી રંગીલા ચોકી થઈ શાહપુર દરવાજાથી પસાર થતી એએમટીએસ બસો બંધ કરવામાં આવતા નાગરિકોને કાલુપુર રેલવે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ વગેરે સ્થળે જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો