તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • IPS અધિકારીનાં નિવાસેથી મંજૂરી વગરની સુરક્ષા પાછી ખેંચી લેવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPS અધિકારીનાં નિવાસેથી મંજૂરી વગરની સુરક્ષા પાછી ખેંચી લેવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગૃહવિભાગનો પરિપત્ર : 8 અધિકારીની સુરક્ષા છીનવાય તેવી શક્યતા

આદેશ બાદ ડીજી ઓફિસ દ્વારા તપાસ કરાતા 7થી 8 આઈપીએસ અધિકારી પાસે મંજૂરી વગર વધારાના પોલીસ કર્મચારી અથવા તો એસઆરપીના જવાનોને સુરક્ષા માટે નિવાસસ્થાને રાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ અધિકારીઓને વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના 174 આઈપીએસ અધિકારીઓને ગાડીમાં ગન મેન તેમજ નિવાસસ્થાને હથિયારધારી પોલીસ કર્મચારી ફાળવવામાં આવે છે. કેટલાક આઈપીએસ અધિકારીઓ તેમને ફાળવવામાં આવ્યા હોય તેના કરતાં વધારે પોલીસ કર્મચારીઓને નિવાસસ્થાને રાખતા હોવાનું ગૃહ વિભાગના ધ્યાન ઉપર આવ્યું હતું. જેથી ગૃહ વિભાગે પરિપત્ર કર્યો છે.

પરિપત્રના આધારે ડીજીપી ઓફિસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં 7 થી 8 આઈપીએસ અધિકારીના નિવાસસ્થાને તેમને મળવા પાત્ર સુરક્ષા કરતાં વધારે જવાનો હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું.

આઈપીએસ અધિકારીઓ સાથે ગાડીમાં રહેવા માટે અને તેમના નિવાસસ્થાન માટે એમ કુલ 300 થી 350 પોલીસ - એસઆરપીના હથિયારધારી જવાનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો