તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાગણી દુભાતા લોકોએ ભેગા થઇને કોર્પોરેશનમાં આવેદન પત્ર આપ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાગણી દુભાતા લોકોએ ભેગા થઇને કોર્પોરેશનમાં આવેદન પત્ર આપ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરોધ પ્રદર્શન અને રજૂઆતને ધ્યાનમાં રાખીને મંદિર યથાસ્થિતિમાં બનાવી દેવા નિર્ણય

ડ્રાઈવ ઈન રોડ પરના 55 વર્ષ જૂના ચામુંડા મંદિરને કોર્પોરેશને રાતોરાત તોડતાં વિવાદ

શુક્રવારે રાતે 1.51 વાગ્યે કોર્પોરેશનની ટીમ આવી અને ઓટલા સહિતની તોડફોડ કરી હતી. તેઓ કાટમાળ પણ સાથે લઇ ગયા હતા. શનિવારે સવારે ભાવુકો મંદિરમાં દર્શન કરવા આવ્યા ત્યારે જોયું મંદિર કાટમાળથી ઘેરાયેલું હતું. જેથી ભારે હોબાળો થયો હતો. જો કે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે વસ્ત્રાપુર પોલીસ તેમજ ઉપરી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અંગે ટ્રસ્ટી તેમજ ભાવુકો કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની ઓફિસે ગયા હતા અને આવેદન પત્ર આપ્યું હતું.

કોર્પોરેશને મંદિર તોડતાં વિવાદ સર્જાયો.

આજદિન સુધી કોઈ નોટિસ મળી નથી

^અમારુંમંદિર 55 વર્ષ જૂનું છે અને 2006માં શ્રી ચામુંડા સેવા સમિતિ નામથી ટ્રસ્ટનું રજિસ્ટેશન કરાવ્યું હતું. 18 વર્ષ પહેલા કોર્પોરેશનની ટીમ મંદિર તોડવા આવી હતી પરંતુ માતાજીના આશીર્વાદ હોવાથી મંદિર તોડી શક્યા હતા. આજ દિન સુધીમાં કોર્પોરેશને અમને કોઇ કાગળ કે નોટિસ કશું આપ્યું નથી અને રાતોરાત મંદિરનો કેટલાક ભાગ તોડી પાડ્યો છે. > નિર્મિતનાગર, ટ્રસ્ટી

આવેદન પત્ર સ્વીકાર્યુ છે, નક્કી કરીશું શું કરવું

^મંદિરનામુદ્દે ટ્રસ્ટી સહિતના લોકો પશ્ચિમ ઝોનની કચેરીએ આવ્યા હતા અને આવેદન પત્ર આપ્યું છે. જેથી તે દિશામાં અધિકારીઓ સાથે મળી વિચારણા કરવામાં આવશે. > ચૈતન્યશાહ, પશ્ચિમ ઝોનના અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો