તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુજરાતમાં બેલેટ પેપરથી મતદાન માટે રેશ્મા પટેલની હાઇકોર્ટમાં રિટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં બેલેટ પેપરથી મતદાન માટે રેશ્મા પટેલની હાઇકોર્ટમાં રિટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
EVMનું થર્ડ પાર્ટી ટેસ્ટિંગ થતું નથી, ચેડાં થતાં હોવાનું માની શકાય

પાટીદાર અનામત આંદોલનના અગ્રણી રેશ્માબેન પટેલે એડવોકેટ રફીક લોખંડવાલા મારફત કરેલી જાહેરહીતની રિટમાં રજૂઆત કરી છે કે, ચૂંટણીપંચ ભારત સરકારની અંડરમાં ફરજ બજાવે છે. ઇવીએમનું થર્ડ પાર્ટી ટેસ્ટીંગ થતું નથી. જેથી ઇવીએમમાં ચેડા થઇ શકે તેમ હોવાનું તેમનું સ્ટેટમેન્ટ માન્ય રાખી શકાય તેમ નથી.

તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં થેયલી ચૂંટણીમાં ભાજપાની જીત ઇવીએમમાં ચેડાને કારણે થઇ હોવાનો આક્ષેપ અનેક જાણીતા રાજકારણીઓએ પણ કરેલો છે. ભારે હોબાળા વચ્ચે લોકો હવે ચૂંટણી માટે બેલેટ પેપરની માગ કરી રહ્યા છે. ઇવીએમને કારણે તેમનો મત તેમના પસંદગીના ઉમેદવારને જતો નથી પરંતુ ચોક્કસ પક્ષને જાય છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે.

જેથી આગામી 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવો જોઇએ તેવી તેમણે માગ કરી છે. મુક્ત અને પારદર્શક ચૂંટણી માટે દુનિયાના અનેક દેશોમાં આજે પણ બેલેટ પેપરથી મતદાન થાય છે. ચૂટણી પંચ કહે છેકે, ઇવીએમ ફુલપ્રુફ છે પરંતુ કોઇપણ મશીન 100 ટકા ભરોષાપાત્ર હોતુ નથી. ઇવીએમ બનાવવાની પદ્ધતી પણ ચૂંટણીપંચની વેબ સાઇટ પર નથી.

પાટીદાર અનામત આંદોલનમાં વિશેષ ભુમિકા ભજવાનાર રેશ્માબેન પટેલે જણાવ્યું કે, તેઓ ઇવીએમ સામે લોકોમાં પણ વિશેષ જાગૃતી લાવવા પ્રયાસ કરશે. આંદોલન પણ કરશે અને જરૂર પડે ઉપવાસ આંદોલન પણ કરશે. પરંતુ લોકશાહીના રક્ષણ માટે તેઓ ઇવીએમને બદલે બેલેટ પેપરના ઉપયોગ માટે તંત્ર સામે સંઘર્ષ કરશે.

ઈવીએમનીસ્લીપનું મેનેજમેન્ટ થતું નથી

સુપ્રિમકોર્ટેઇવીએમમાં વોટીંગ બાદ સ્લીપ નીકાળી તેને રાખવા મામલે આપેલા ચુકાદાને પણ ચૂંટણીપંચ દ્વારા ગંભીર રીતે લેવામાં આવ્યું નથી. 2013માં આપેલા ચુકાદા બાદ આજ સુધી તેનો અમલ થયો નથી.

ઇવીએમ સામે લોકજાગૃતિ ફેલાવાશે : રેશ્મા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો