• Gujarati News
  • National
  • અમદાવાદ બોટાદમાં ઉત્સાહપૂર્વક રંગોત્સવની ઉજવણી

અમદાવાદ-બોટાદમાં ઉત્સાહપૂર્વક રંગોત્સવની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘રંગ બરસે ભીગે ચુનરવાલી’ દરેક તાલુકામાં ધૂળેટીને લઇ અનેેરો ઉત્સાહ

અમદાવાદઅને બોટાદ જિલ્લામાં સોમવારે ખૂબ હર્ષોલ્સાપૂર્વક ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી.

ધોળકા: શહેરતથા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઉત્સાહપૂર્વક ધૂળેટીનો રંગોત્સવ ઉજવાયો હતો. વહેલી સવારથી નાના ભૂલકાંઓ વિવિધ પ્રકારની પિચકારીઓ કલરના પડીકાઓ લઈને શેરીઓમાં સોસાયટીઓમાં ધૂમતા હતા. બપોરના સમયે બધી જ્ઞાતિના રાણા સમાજ, ઠાકોર, સમાજ, દેવીપૂજક, મારવાડી, તેમજ ઉચ્ચવર્ગના વિવિધ રંગો પર્વની ઉજવણી કરી હતી. અમુક સ્થળે વાહનચાલકોને રોકી પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા. જ્યારે સાંજે ખજૂંર, ધાણી, ચણા, મગફળીના નાસ્તો, દ્વારા આનંદ માણવામાં આવતો હતો.

સાણંદ: સાણંદમાંવહેલી સવારથી લોકેએ એકમેકને તિલક લગાવી, રંગોથી રંગીને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રંગોનું પર્વમાં સાણંદ શહેરમાં તથા ગ્રામ્ય વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાયું હતું. ખાસ કરીને ભુલકાઓએ એકમેકને રંગવાની મોજ માણી હતી અને દિવસભર મસ્તી મજાકનો આનંદ માણ્યો હતો. સાણંદની શાળાઓ ઈન્ડિયન પબ્લિક સ્કૂલ તથા મટોડા પ્રા. શાળાના વિદ્યાર્થીઓએ પણ ફક્ત રંગો વડે સૂકી હોળી ઉજવીને દિવ્ય ભાસ્કરના જળ બચાવો આંદોલનને વેગવંતુ બનાવ્યું છે. સાણંદના નવાપુરા ગામે મહાકાલી યુવક મંડળ દ્વારા હોળીની પરંપરાગત ઉજવણી કરાઈ હતી જેમાં ભવાઈ, કુસ્તી-અખાડાના દાવ તેમજ વનેચંદનો વરઘોડો જેવા કાર્ય્કરમો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ધંધૂકા: ધંધૂકાનાવિવિધ વિસ્તારોમાં ડીજેના તાલે યુવાનોએ રંગોત્સવ ઉજવાયો હતો. ધંધૂકાના સ્વામીનારાયણ મંદીર ખાતે ફુલદોલ મહોત્સવ ઉજવાયો હતો. ધોલેરા ખાતે આવેલ મદન મોહન, સ્વામી નારાયણ મંદીર ખાતે ભગવાનને શ્રૃંગાર કરવામાં આવ્યા હતાં. તથા ધૂળેટી પર્વ મનાવવામાં આવ્યું હતું.

વિરમગામ: વિરમગામશહેર તાલુકામાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી વિરમગામ પંથકવાસીઓ દ્વારા કરવામાં આવેલ. ફાગણવદ એકમને સોમવારે રામ મહેલ મંદિર, સ્વામીનારાયણ મંદિરો, વૈષ્ણવ હવેલી તથા શહેરના અન્ય મંદિરોમાં રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. યોગેશ્વર પાર્ક ખાતે મોટી સંખ્યામાં નાના મોટેરાઓ તથા મહિલાઓ દ્વારા ઈકોફ્રેન્ડલી રંગથી રંગોત્સવ ઉજવેલ જ્યારે વિરમગામ તાલુકાના નાના મોટા ગામોમાં લોકો દ્વારા ધામધૂમપૂર્વક હોળી-ધૂળેટી ઉત્સવ મનાવેલ હતો.

બોટાદ: બોટાદશહેર અને જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે હોળી અને ધુળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય પરંપરા મુજબ દર વર્ષની જેમ વર્ષે પણ હોલીકા દહન અને ધુળેટીની રંગદર્શી ઉજવણી કરવામાં આવી હતી. નવદંપતિઓ અને નવજાત બાળકો ને હોલિકાના દર્શન કરાવવાની પરંપરાને લીધે દાળીયા, શ્રીફળ, ખજુર, ઘાણી જેવા દ્રવ્યો હોમી હોલીકાના દર્શન કર્યા હતાં. તેમજ ધુળેટી પર્વના પ્રસંગે રંગોના પર્વ ધુળેટીની રંગદર્શી ઉજવણી કરવામાં આવી હતી.

ગઢડા: ગઢડા(સ્વામીના)મૂકામે સંપ્રદાયના મુખ્ય જૂના મંદિર શ્રી ગોપીનાથજી દવે મંદિર ખાતે ધૂળેટીના પરંપરાગત પર્વની ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રંગોત્સવ પ્રસંગે મુખ્ય ગર્ભગૃહમાં પૂજનવિધી અને આરતી બાદ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલ અને કેસૂડા વડે રંગ વર્ષા કરી ભાવિકજનોને પ્રસાદરૂપે કલર ઉડાડી રંગોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગઢડા

ધંધૂકા

બાવળા

સાણંદ

ધોળકા

અમદાવાદ અને બોટાદ જિલ્લાના તમામ તાલુકામાં સોમવારે ધૂળેટી પર્વની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી. બાળકો, યુવાનો અને વૃદ્ધો, યુવતિઓ અને મહિલાઓ એક બીજાને રંગવા માટે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.તસવીર-જયદીપ પાઠક,ભરતસિંહ ઝાલા, હર્ષદ દવે, ચતુર વાઘેલા, જિજ્ઞેશ સોમાણી, પ્રભાકર મોદી, સમીર પટેલ, માર્ગેશ મોદી, ગૌરાંગ વસાણી

વહેલી સવારથી બાળકો અને યુવાનો એક બીજાને રંગવા માટે ઊમટી પડ્યા : વૃદ્ધો પણ પોતાને રોકી શક્યા

અન્ય સમાચારો પણ છે...