• Gujarati News
  • National
  • નરોડામાં પોલીસની નિષ્ક્રિયતાથી અકળાઈને કૂટણખાનામાં તોડફોડ

નરોડામાં પોલીસની નિષ્ક્રિયતાથી અકળાઈને કૂટણખાનામાં તોડફોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસના જણાવ્યા મુજબ મોડી રાતે મોટી સંખ્યામાં સ્થાનિકો ત્યાં પહોંચી ગયા હતા અને ગેસ્ટ હાઉસમાં હાજર રૂપલલનાઓ અને એજન્ટને બહાર લાવી ફટકાર્યો હતો. જ્યારે અન્ય કેટલાક લોકોએ ગેસ્ટ હાઉસનું એસી, ફર્નિચર સહિત અન્ય સામાન રોડ પર લાવી તોડફોડ કરવાની સાથે તેમાં આગ ચાંપી દીધી હતી.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. બીજી બાજુ સરદારનગર પોલીસને જાણ કરાતા તેમણે પોતાની હદમાં નહીં હોવાનું જણાવ્યું હતું. જેના પગલે નરોડા પોલીસને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ટોળાને વિખેરવાની સાથે તેમણે રૂપલલના અને એજન્ટની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...