• Gujarati News
  • National
  • ધોળકાની યુવતીને ઘરકામના બહાને બે મહિનાથી સાઉદી અરેબિયા ગોંધી રાખી

ધોળકાની યુવતીને ઘરકામના બહાને બે મહિનાથી સાઉદી અરેબિયા ગોંધી રાખી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ધોળકાનીએક યુવતીને ઘરકામ કરવાના બહાને કોન્ટ્રાક્ટ સાઇન કરાવીને સાઉદી અરેબિયા લઇ જવાઇ હતી. યુવતીની બહેને મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી દ્વારા જણાવ્યું છે કે, યુવતીને બે મહિનાના કોન્ટ્રાક્ટ પર સાઉદી અરેબિયા ઘરકામ માટે લઇ જવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી યુવતી સાથે કોઇ સંપર્ક થતાં યુવતીને ત્યાં ગોંધી રાખી હોવાની અરજી કરી છે. મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે, મહિલાની અરજી પરથી યુવતીને સાઉદી અરેબિયાથી છોડાવવા માટે ત્યાંની એમ્બેસી સાથે વાત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...