• Gujarati News
  • National
  • ઓમકાર નાદ ગાયત્રી મંત્ર આપશે પોઝિટિવ એનર્જી

ઓમકાર નાદ-ગાયત્રી મંત્ર આપશે પોઝિટિવ એનર્જી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડનીપરીક્ષાના દિવસે અથવા તેના ગણતરીના કલાકો પહેલા કેટલાક વિદ્યાર્થીઓ એકાગ્રતા ખોઇ બેસે છે. આવી સ્થિતિમાં ઓમકાર નાદ અને ગાયત્રી મંત્ર પોઝિટિવ એનર્જી પૂરી પાડે છે.

પરીક્ષા સમયે વર્ષ પર્યન્ત કરેલી તૈયારીઓની આખરી નોટ મુદ્દાસર કેવી રીતે યાદરાખી શકાય તેના માટે જ્યોતિષ શાસ્ત્રોમાં ઉપાય વર્ણવવામાં આવ્યા છે. જ્યોતિષ ચેતન પટેલના જણાવ્યાનુસાર, સૂર્ય અને ચંદ્ર બંને જીવનદાતા ગ્રહો છે અભ્યાસ સમયે કોઇપણ ચીજ શીખવી હોય તો તેનું બાળકો દ્વારા વાંચન થાય છે. ઘણા બાળકો વાંચીને બોલીને યાદ કરતા હોય છે અને શિક્ષક દ્વારા જે શિખવવામાં આવે તે કાન દ્વારા સાંભળીને યાદ કરાતુ હોય છે. ત્રણ ઇન્દ્રિયો પર સૂર્યનો કાબૂ હોય છે. તમામ શીખેલું મગજમાં સ્ટોર કરાય છે. મનનો કારક અને મસ્તિક પર ચંદ્રનું આધિપત્ય છેે. શાસ્ત્રો એવું સૂચવે છે કે જ્યારે મન નિર્મળ અને શાંત થાય બાહ્ય વિચારો વિટંબણાઓ વિકારો મનમાંથી નિર્મૂળ થાય તેવા સમયે કરેલો અભ્યાસ લાંબાસમય સુધી યાદ રાખી શકાય છે. પુનરાવર્તન શરૂ કરતા પહેલા ઊંડા સ્વરે ઓછામાં ઓછી નવ વખત રટણ કરવું જોઇએ. શાસ્ત્રોમાં ઓમને બ્રહ્મનાદ પ્રણવ બીજ મંત્ર ગણવામાં આવ્યો છે. જે તમામ ખોટા વિચારો નિર્મૂળ કરે છે. તે ચિંતાઓ અને વિફળતાઓને નષ્ટ કરે છે. પાંચ ગાયત્રી મંત્ર કરવાના અને ત્યારબાદ એક મિનિટ શાંત બેસીને અભ્યાસ કરવો. જેમાં વાંચન કરતા સમયે ફોટોજેનિક મેમરીનો વધુ ઉપયોગ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...