ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવાહન વ્યવહાર કમિશનરે તાજેતરમાં દિવ્યાંગો માટે ડ્રાઈવિંગ લાઈન્સના નિયમો હળવા કર્યા છે. દિવ્યાંગની માલિકીના વાહન વગર પણ લાઈસન્સ મેળવી શકશે તેવો મહત્વનો નિર્ણય લેવાયો છે. જેનો લાભ ગુજરાતના 28 લાખ દિવ્યાંગોને મળે છે. પરંતુ વસ્ત્રાલ આરટીઓ કે.એમ.પટેલ લાઈસન્સ આપવામાં તેમની સામે ભેદભાવ રાખતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. હેતલ પાઠક અને ગિરિશ પવારે કે.એમ.પટેલ સામે આરટીઓ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે.

તેમનો આક્ષેપ છે કે આરટીઓ પટેલ અમને એવું કહીને લાઈસન્સ આપ્યંુ નથી કે હું દિવ્યાંગોને લાઈસન્સ આપતો નથી. તમે અહીંથી જતા રહો, એજન્ટને લઇને આવશો તો લાઈસન્સ આપીશ. આટલું નહીં તેમની નજર સામે એજન્ટ મારફતે આવતા વિકલાંગોને લાઈસન્સ આપવામાં આવી રહ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે કોઇ પણ કારણ જણાવ્યા વગર લાઈસન્સ માટેની અરજી રિજેક્ટ કરી દે છે.

આરટીઓમાં ઘર કરી ગયેલી એજન્ટ પ્રજા દૂર કરવા માટે થોડા સમય અગાઉ અભિયાન શરૂ કરાયું હતું. પરંતુ આરટીઓમાં વર્ષોથી પગ પેંસારો કરી ગયેલા એજન્ટોનું નેટવર્ક વધારે મજબૂત સાબિત થયુ હતુ.

તપાસ થશે તો વાંધો નહીં આવે

^લાઈસન્સમાટે ડોકટરનું સર્ટિફિકેટ, સહિતના ડોકયુમેન્ટ અને ટેસ્ટ પણ આપવો પડે છે. દિવ્યાંગો મારી સામે જે આક્ષેપ કરે છે તે બહુ ગંભીર નથી,ઈન્કવાયરી થશે તો જવાબ આપી દઇશ. બહુ વાંધો નહીં આવે. > કે.એમ.પટેલ,વસ્ત્રાલઆરટીઓ

દિવ્યાંગો માટે વ્હીલચેર નથી

^સુભાષબ્રિજ-વસ્ત્રાલ આરટીઓમાં દર શનિવારે દિવ્યાંગો માટે ફ્રી રજિસ્ટ્રેશન છે. 80 ટકા ધસારો સુભાષબ્રિજ રહે છે.વસ્ત્રાલ આરટીઓમાં તો દિવ્યાંગો માટે વ્હીલચેર નથી. આરટીઓ કમિશનરને ફરિયાદ કરી છે. > સમીરકકડ, આરટીઓદિવ્યાંગ કમિટીના સભ્ય

કાર નિયમ મુજબ મોડીફાઈ કરાવી છે છતાં લાઈસન્સ મળતું નથી

બધા ડોકયુમેન્ટ હતા છતાં ટેસ્ટ લીધા વગર ના પાડી

^હુંઈસનપુરમાં રહુ છુ અને ટુ વ્હીલર રિપેરિંગનું ગેરેજ ધરાવુ છુ.હું બધા ડોક્યુમેન્ટ લઇને લાઈસન્સ માટે ગયો હતો. આરટીઓ કે.એમ.પટેલે ડોકયુમેન્ટ ચેક કર્યા વગર કે કોઇ પ્રકારની ટેસ્ટ લીધા વગર મને કહી દીધુ કે તમને લાઈસન્સ નહીં આપુ. જ્યારે અમારી નજર સામે એજન્ટ દ્વારા આવેલા દિવ્યાંગોને લાઈસન્સ આપવામાં આવી રહ્યા હતા.> ગિરિશપવાર, અરજદાર

^હું નરોડામાં રહંુ છું અને ગાંધીનગર પ્લાઝમા રિસર્ચ સેન્ટરમાં આસિસ્ટન્ટ કલાર્ક છું. હું એક્ટિવા પર નોકરીએ જઉ છું. મારી પાસે માલિકીની કાર છે. મને લાઈસન્સ મળે તો હું કારમાં જઈ શકું. મારી કાર મેં નિયમ મુજબ મોડીફાઈ કરાવી છે. હું તમામ ડોકયુમેન્ટ લઇને આરટીઓમાં ગઇ હતી. પરંતુ કોઇ કારણ વગર રિજેક્ટ કહી દીધું હતું. > હેતલબહેનપાઠક, અરજદાર

વસ્ત્રાલ RTO દિવ્યાંગને એજન્ટ વગર લાઈસન્સ આપતા નથી

અન્ય સમાચારો પણ છે...